Reaction of celebs on hijab Controversy

Reaction of celebs on hijab Controversy: હિજાબ વિવાદ પર બોલિવુડ સેલેબ્સે આપ્યુ રિએક્શન, વાંચો કોણે શું કહ્યું?

Reaction of celebs on hijab Controversy: કંગનાએ સો. મીડિયા પર લખ્યું, જો હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા વગર ફરીને દેખાડો.

બોલિવુડ ડેસ્ક, 11 ફેબ્રુઆરીઃ Reaction of celebs on hijab Controversy: કર્ણાટક રાજ્યમાં શરુ થયેલા હિજાબ વિવાદના પડઘા આખા દેશમાં પડ્યા છે. આ વિવાદમાં ઘણા લોકો પોતાનાં મંતવ્ય રજૂ કરી રહ્યાં છે. બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર રિએક્શન આપી રહ્યા છે. આ વિવાદમાં કંગના રનૌતે ઝંપલાવ્યું છે. તેણે સો. મીડિયા પર લખ્યું, જો હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા વગર ફરીને દેખાડો. કંગનાની આ પોસ્ટ પર શબાના આઝમીએ પણ રિએક્ટ કરી કહ્યું, ‘શું ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે?’

new project 19 1644559575

એક્ટ્રેસ કંગનાએ સોશિયલ મીડિયા પર ઓથર આનંદ રંગનાથાનની પોસ્ટ શેર કરીને લખ્યું, ‘જો હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા વગર ફરીને દેખાડો. પીંજરામાં કેદ રહેવાને બદલે આઝાદ રહેતા શીખો.’

View this post on Instagram

A post shared by Shabana Azmi (@azmishabana18)

શબાના આઝમીનું રિએક્શન
કંગનાની પોસ્ટ પર રિએક્ટ કરતાં શબાના આઝમીએ લખ્યું, ‘જો હું ખોટી છું તો મને સાચી પાડો. અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લીવાર ચેક કર્યું ત્યારે ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી ગણતંત્ર હતું.’

જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ હિજાબ કે બુરખાના સમર્થનમાં નથી રહ્યા. પરંતુ ટોળા દ્વારા છોકરીઓને ધાકધમકી આપવાની નિંદા કરી છે. સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મ વિશે થયેલા વિવાદ પર હેમા માલિનીએ સ્કૂલમાં યુનિફોર્મનું સન્માન આપવાની વાત કહી છે તેમજ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્ણાટકમાં બનેલી આ ઘટનાને શરમજનક ગણાવી છે.

આ પણ વાંચોઃ 6 Pakistani fishermen arrested by BSF: બીએસએફ દ્વારા કુલ 6 પાકિસ્તાની માછીમારોની ધરપકડ- વાંચો વિગત

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કર્ણાટક હિજાબ મામલાનો વીડિયો શેર કરીને લખ્યું, ‘તમારા દીકરાનો સારી રીતે ઉછેર કરો. કાયરોનું ટોળું એકલી વિદ્યાર્થિની પર હુમલો કરીને ગર્વ અનુભવે છે. લુઝર્સ, આ શરમજનક છે. આવનારાં થોડાં વર્ષોમાં આ બધા લોકો બેરોજગાર, નિરાશાહીન અને ગરીબ થઈ જશે. આ બધાનો ઉછેર ખરાબ રીતે થયો છે. આવા લોકો માટે કોઈ સહાનુભૂતિ નથી, કોઈ મુક્તિ નથી. હું આ પ્રકારની ઘટનાઓ પર થૂંકું છું.’

સ્વરા ભાસ્કરે હિજાબ વિવાદમાં ઘણી પોસ્ટ અને ફોટો શેર કર્યાં છે. તેણે આ ઘટનાને શરમજનક ગણાવી છે. એ ઉપરાંત તેણે છોકરીને ઘેરી વળેલા છોકરાઓને વરુ કહ્યા છે.

Gujarati banner 01