PM awas bhumi pujan: અંબાજીમાં ગૃહમંત્રીએ PM આવાસ યોજના હેઠળના 164 મકાનોનું ભૂમિ પૂજન કર્યું

PM awas bhumi pujan: ગૃહમંત્રીએ PM આવાસ યોજના હેઠળના 164 મકાનોનું ભૂમિ પૂજન કરી ભીખ માંગતા બાળકોનું જીવન બદલવાના સાથે ભિક્ષાવૃતિ કરતા લોકોને નવું જીવન આપવાનો પ્રયાસ કરાયો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 17 જાન્યુઆરી: PM awas bhumi pujan: શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલું યાત્રાધામ છે જ્યાં ગબ્બર ખાતે 2021 ના વર્ષ માં ગબ્બર તળેટી વિસ્તારમાં દબાણ કરી રહેતા ભરથરી સમાજના લોકો ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સનદ આપી જમીન ના મલિક બનાવ્યા હતા ને ત્યાર બાદ શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા સરકાર ની યોજનાઓમાં તાલ મિલાવી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 33 જેટલા મકાનો બનાવી ભરથરી સમાજ સહીત વિચારતી જાતિના લોકો નું જીવન બદલી ભીખે નહીં પણ ભણવા જઈએ તેવા સૂત્ર સાથે ગબ્બર વિસ્તાર માં ભિક્ષા વૃત્તિ કરતા બાળકોને ભણવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

એટલુંજ નહીં આ ભિક્ષાવૃતિ કરતા બાળકો ના પરિવારો ને ઘર નું ઘર મળી રહે તે માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી દ્વારા 33 જેટલા પાકા મકાનો બનાવી આવા ગરીબ પરિવારો નું જીવન બદલી નાખ્યું હતું ને સાથે તેમના બાળકો ને પણ રમત ગમત સહીતના વિવિધ કૌશલ્યો શીખવાડી રાજ્ય ને નેશનલ સુધી સ્પોર્ટ્સ તેમજ શૈક્ષણીક ક્ષેત્રે પ્રવૃતિઓ માં જોતર્યા હતા.

ત્યારે આજે વધુ આવા વિચરતી ને વિમુખ જાતિ ના લોકો ને ઘર નું ઘર ને પાકું ઘર મળે તેમજ તેમના બાળકો ભણી ગણી ને અન્ય સમાજ ની સાથે કદમ મિલાવે તે માટે રાજ્ય ના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કુમ્ભારીયામાં અને જલોત્રા માં કુલ 164 જેટલા મકાનો નું વિધિવત ભુમીપુજન કર્યું હતું ને સાથે ભિક્ષાવૃતિ તેજી ને અન્ય સામાજિક ને શૈક્ષણિક પ્રવૃતિઓ માં નામના મેળવેલા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જે PM આવાસ યોજના હેઠળ ના મકાન બનેલા હતા તેવા લાભાર્થીઓ ને ઘર ની ચાવી પણ સુપ્રત કરવામાં આવી હતી.

જોકે આ પ્રસંગે અંબાજી પહોંચેલા હર્ષ સંઘવી એ ખાસ વ્યાજખોરો ને લઈ નિવેદન કર્યું હતું કે હવે વ્યાજખોરો ને માર્ગદર્શન કે સલાહ સૂચન નહીં પણ માત્ર કડક કાર્યવાહી જ હાથ ધરવામાં આવશે સાથે આવનારા સામય માં આ કાયદો વધુ કડક બને તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી હતી જયારે ખોટી રીતે કોઈ જરૂરિયાત પ્રમાણે પૈસા લઇ પોલીસ નો સહારો લેશે તો તે ચલાવી લેવામાં નહીં આવે

આ પ્રસંગે મોટી સંખ્યા માં લાભાર્થીઓ સહીત જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા તેમજ જિલ્લા ના ભાજપ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહી લોક સેવા માં જોડાયેલી શ્રી શક્તિ સેવા કેન્દ્ર ની કામગીરી ને બિરદાવી હતી જયારે બાળકો એ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા

આ પણ વાંચો: Gujarat coldwave: શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરિકો માટે જિલ્લા વહીવટીતંત્રની માર્ગદર્શિકા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો