Adarsh gaam yojna 2

ગોરા ગામમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નો વિરોધ કરનાર ત્રીસ લોકો સામે પોલીસ ફરિયાદ

Adarsh gaam yojna
ફાઈલ ફોટો

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૫ ડિસેમ્બર: વિરોધ કર્યો તો પોલીસ કેસ થયો ગોરા ગામ માં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નો વિરોધ કરનાર ત્રીસ લોકો સામે પોલીસ ફરિયાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ માં આકાર લઇ રહેલ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નો વિરોધ કરી હલલ્લાબોલ કરનારા ત્રીસ થી વધુ ઈસમો સામે નર્મદા નિગમ ના નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી મુજબ ગોરા ગામ માં નર્મદા યોજના માં જમીન ગુમાવનારા આદિવાસી વિસ્થાપીતો તેમની જમીન સરકાર સંપાદન કરે તે સામે વિરોધ કરી રહ્યા છે

આ પણ વાંચો….

Adarsh gaam yojna 4
ફાઈલ ફોટો

તેમના વિરોધ ને શાંત પાડવા સરકારે ગોરા ગામ ની બાજુ માં વિશાળ જગ્યા માં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અમલ માં મૂકી અને. ત્યાં સુવિધા સભર મકાનો બનાવવાની શરૂઆત કરી પણ વિસ્થાપીતને આ મંજુર નથી અને તેનો વિરોધ કરી કરી રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ મહિલાઓ સહિત ના ગ્રામજનો ના ટોળા એ હલ્લો બોલાવી કામગીરી અટકાવી હતી જોકે લાંબી મથામણ ને અંતે પોલીસે મામલો થાળે પડ્યો હતો આ સંદર્ભે નર્મદા નિગમ ના ઇજનેરે ગરૂડેશ્વર પોલીસ મથકે ત્રીસ થી વધુ સ્ત્રી પુરુષો ના ટોળા સામે સરકારી કામકાજ માં રુકાવટ અને કોવિડ ગાઈડ લાઈન ના ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો….

loading…