Poonam Madam compaign 3

જામનગર મહાપાલિકાની ચુંટણી માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો (Poonam Madam) વોર્ડ નંબર ૯ માં પગપાળા લોકસંપર્ક

Poonam madam

જામનગર મહાપાલિકાની ચુંટણી માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો (Poonam Madam) વોર્ડ નંબર ૯ માં પગપાળા લોકસંપર્ક

વિકાસ ના પર્યાય સમાન ભાજપ પક્ષ ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતી અપાવવા સંસદસભ્ય પૂનમબેન માડમની (Poonam Madam) નમ્ર અપીલ

Poonam madam

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૭ ફેબ્રુઆરી:
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી ૨૦૨૧ મા ભાજપને પ્રચંડ બહુમતી મળે તે માટે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ તેમના ચુંટણી પ્રચારના મહત્વપુર્ણ અનુભવથી શહેરમા ભાજપના પ્રચાર માટે અવિરત જહેમત ઉઠાવી રહ્યા છે તેવી પ્રતિતિ જામનગરના નાગરિકો કરી રહ્યા છે

Whatsapp Join Banner Guj

અને આ ચુંટણી જાહેર થઇ ત્યારથી જ સંસદસભ્ય પૂનમબેન (Poonam Madam) અવિરત મીટીંગો- કાર્યાલય ઉદઘાટનો- પગપાળા લોકસંપર્ક-જુદા જુદા ગૃપ- સંસ્થાઓ-મંડળો- વિસ્તારોના એમ દરેક મતદારો સાથે સતત મીટીંગો યોજી રહ્યા છે તેમજ પાર્ટીની ચુંટણી લગત મીટીંગો તેમજ મહત્વના કાર્યક્રમો અને આયોજનો મા ભાગ લઇ રહ્યા છે અને એકંદર ચુંટણીપ્રચાર માટે સઘન રીતે કાર્યરત રહેલા છે તેવો લોકોનો અભિપ્રાય રહ્યો છે

poonam madam

ત્યારે જામનગર મહાનગરપાલિકા ની ચુંટણી ના પ્રચાર દરમ્યાન વોર્ડ નંબર ૯ ના વિસ્તારોમા સંસદસભ્ય પૂનમબેન માડમએ (Poonam Madam) લોકસંપર્ક કરી, રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકારશ્રીના, પ્રજાજનો માટેના અનેક વિધ વિકાસના અને સુવિધાના કાર્યો લોકોને જણાવી તેનો પ્રચાર કરી શહેરના આ વોર્ડ નંબર ૯ ના વિસ્તારોમાં હજુય વિકાસ ને વેગ આપવા ભાજપના ઉમેદવારોને પ્રચંડ વિજય અપાવવા મતદારો ભાઇઓ-બહેનો-વડીલો ને સંસદસભ્ય પૂનમબેન માડમ એ નમ્ર અપીલ કરી હતી.

આ પણ વાંચો…Rajaysabha Election: વડાપ્રધાન મોદીએ કરી નવા ચહેરાની પસંદગી, નામ જાહેર થતા જ ભાજપના પ્રદેશ નેતાઓને ચોંકાવી દીધાં