Lions club Jamnagar 3

જામનગરમાં લાયન્સ કલબ દ્વારા ગરીબ દર્દીઓને રાહતદરે મળશે સારવાર

Lions club Jamnagar

વર્ધમાન નેત્રાલય અને લાયન્સ કલબના લાયન એસ.કે ગર્ગ દ્વારા વિનામૂલ્યે આંખના ઓપરેશન કરાવી આપવામાં આવશે

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૪ ઓક્ટોબર: જામનગર માં લાયન્સ ક્લબ ના સહયોગ થી વર્ધમાન ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે રાહતદરે આંખ ની હોસ્પિટલ ખોલવામાં આવી રહી છે જે અંગે વર્ધમાન ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી લાયન્સ કલબના અમરજીતસિંઘ આહલુંવાલિયા અને ડૉ.અમીતભાઈ મેહતા એ પત્રકારો ને આપી હતી

જામનગર માં લાલપુર બાયપાસ ચોકડી રોડ પર વર્ધમાન ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ ના સહયોગ થી વર્ધમાન નેત્રાલય નામે રાહતદરે આંખની હોસ્પિટલ ની શરૂઆત કરવામાં આવશે જે અંગે વર્ધમાન ટ્રસ્ટ ના ડો. અમિત મહેતા દ્વારા પત્રકારો ને સંબોધી સંપૂર્ણ માહિતી આપી જણાવ્યુ હતું કે આજના કોરોના માહોલ માં ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોને પોતાનો જીવન નિર્વાહ કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમાં પરિવાર માં કોઈ સભ્ય બીમાર પડે તો આર્થિક પરિસ્થિતી ખુબા જ ખરાબ થઈ જતી હોય છે

ત્યારે જામનગર લાલપુર બાયપાસ રોડ પર વર્ધમાન નેત્રાલય આંખની હોસ્પિટલ ની શરૂઆત કરશે જેમાં આંખ ની તમામ તબીબી સારવાર વ્યાજબી દરે આધુનિક મશીનો દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત ગરીબ અને બીપીએલ કાર્ડ ધારકો માટે આંખ ના ઓપરેશન ની:શુલ્ક કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું

******

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *