પશ્ચિમ રેલ્વે ચલાવશે આવશ્યક ચીજવસ્તુઓ ના સપ્લાય માટે

અમદાવાદ, 02, મેં 2020
પોરબંદર-શાલીમાર વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેનની 12 સેવાઓ દેશ માં વર્તમાન માં કોરોના વાયરસ ના લોકડાઉન દરમિયાન, પશ્ચિમ રેલ્વે પોતાની સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો, વગેરેની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે પોરબંદર-શાલીમાર વચ્ચે તારીખ 04 મે 2020 થી 16 મે 2020 સુધી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ પાર્સલ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: -

પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન (00913) પોરબંદર – શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન તારીખ 04, 06, 08, 10, 12 અને 14 મે 2020 ના રોજ ઉપડશે. પરત માં, ટ્રેન (00914) શાલીમાર- પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન તારીખ 06, 08, 10, 12, 14 અને 16 મે 2020 ના રોજ ઉપડશે.
ઉપરોક્ત પાર્સલ ટ્રેન પોરબંદર થી 08:0૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 03:30 વાગ્યે શાલીમાર સ્ટેશન પહોંચશે. એ જ રીતે વાપસી માં ઉપરોક્ત પાર્સલ ટ્રેન શાલીમાર સ્ટેશન થી 22:50 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 18:25 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
આ પાર્સલ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભૂસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડકપુર સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે.
આ સંદર્ભમાં અન્ય કોઇ પ્રશ્નો અથવા જરૂરી સહાય માટે, વેપારીઓ નીચે મુજબ પશ્ચિમ રેલ્વેના સંબંધિત વિભાગીય અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
• શ્રી રાકેશ પુરોહિત, રાજકોટ – 09724094952
• શ્રી અતુલ ત્રિપાઠી, અમદાવાદ – 09724093954
• કુ. નીલમ, વડોદરા, – 09724091952
• કુ. અનિતા, મુંબઇ સેન્ટ્રલ – 09004499958
• કુ. નીલાદેવી ઝાલા, ભાવનગર – 09724097951