રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ(Rain)?

અમદાવાદ, 03 જૂનઃRain: હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસા(Rain)ના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગે 3 અને 4 જૂનના રોજ વરસાદ(Rain)ની આગાહી કરી હતી. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં ભારે પવન સાથે મેઘ મહેર જોવા મળી હતી.

Rain

ભારે પવન સાથે વરસાદ(Rain) વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે. વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ ખેડબ્રહ્મા અને પ્રાંતીજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી ઝાપટાં પડ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ઘણી જગ્યાએ રહેણાંક મકાનોને નુકસાન થયું છે. તો પંચમહાલમાં વરસાદ(Rain) અને પવનના લીધે વૃક્ષો અને લાઇટના થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે.

Rain

ઉલ્લેખનીય છે કે પ્રકારે ગુજરાતના વાતાવારણમાં પલટો જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં 4 થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ(Rain)ની આગાહી છે. જો કે, ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ હજુ 18 મી થી 20મી તારીખ સુધીમાં બેસે તેવી શકયતા છે. ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પુર્વ ભાગમાં પણ વરસાદી(Rain) વાદળો જોવા મળી રહયાં છે. તેને લીધે ગુજરાતમાં પણ ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થશે તેવી શકયતા છે.

આ પણ વાંચો…

Rathyatra 2021: કોરોના કાબુમાં આવતાં જ મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી!