rain image

Rain in Ahmedabad: અમદાવાદના વાતાવરણમાં પલટો; આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

Rain in Ahmedabad: અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ, 26 મેઃ Rain in Ahmedabad: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદના એસજી હાઇવે, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, સરદારનગર, થલતેજ અને ચાંદખેડામાં વરસાદ પડ્યો. સરદારનગર વિસ્તારમાં ભારે પવન સાથે તેજ વરસાદ પડ્યો છે. આને વીડિયો પણ સામે આવ્યો છે.

28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હવે ગરમીથી લોકોને રાહત મળી શકે છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો… INS Vikrant: ભારતીય સેનાનું કમાલ; અંધારામાં લેન્ડ થયું આઈએનએસ વિક્રાંત પર યુદ્ધ વિમાન, જુઓ વિડિયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો