Rain pic 1

Rain in Gujarat: સુરતના બારડોલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી

Rain in Gujarat: હાલ અરબ સાગરમાં રહેલી સિસ્ટમ સોમાલિયા તરફ જતી હોવાથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટવાની શક્યતા

ગાંધીનગર, 23 નવેમ્બરઃRain in Gujarat: ગુજરાતમાં હાલ બેવડા હવામાનનો અનુભવ થઈ રહ્યો છે, એક તરફ ઠંડી અને તડકાની સ્થિતિ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. હાલ અરબ સાગરમાં રહેલી સિસ્ટમ સોમાલિયા તરફ જતી હોવાથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટવાની શક્યતા છે. જોકે, હવામાનના કેટલાક મોડૅલ અનુસાર રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે

પાટણ જિલ્લાને બે દિવસ પહેલા કમોસમી વરસાદે બાનમાં લીધો હતો જેના કારણે શિયાળું પાકને નુકસાન જતા ખેડૂતોને સહાયની માંગ કરી છે.. પાટણના રાધનપુર સાંતલપુર સરસ્વતી તાલુકામાં એક ઇંચથી લઈ અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો જેની સૌથી વધુ ખરાબ અસર શિયાળુ પાક ઉપર થવા પામી હતી.

અમરેલીના લાસા ગામમાં બે ઈંચ વરસાદ ખાબકતાં ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા, ધરતીપુત્રોની ચિંતા વધી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું હતું ત્યારે સોમવારે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Fraud case: અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા બાદ Paytmથી પેમેન્ટ થયાનો મેસેજ આવ્યો પણ ખાતામાં પૈસા જમા ના થયા

કમોસમી વરસાદ અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે ખૂદ જિલ્લા ખેતીવાડીના અધિકારી પણ કબૂલી રહ્યા છે કે જિલ્લામાં 59 હજાર 131 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું જેમાં કમોસમી વરસાદને કારણે જુવાર, જીરુ,રાઈ જેવા પાકોમાં તેની ગુણવત્તા ઉપર અસર જોવા મળી છે..વધુમાં ખેતી નિયામકના કહ્યું અનુસાર આ કમોસમી માવઠાથી ઉત્પાદન ઉપર કોઇ અસર થવા પામી નથી પરંતુ પાકની ગુણવત્તા ઉપર અસર થવાને કારણે કમોસમી વરસાદથી ૭ થી ૮ ટકા જેટલું નુકસાન થયુ હોવાનું ખૂદ ખેતી નિયામક કબૂલી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર સર્વે કરી ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ ઉઠી રહી છે..

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ (Rain in Gujarat) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું હતું ત્યારે સોમવારે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.

Whatsapp Join Banner Guj