Rajinikanth edited

સાઉથના સુપરસ્ટાર રજનિકાંતની રાજનીતીમાં એન્ટ્રી, 31 ડિસેમ્બર કરશે પાર્ટીની જાહેરાત

Rajinikanth edited

અમદાવાદ,03 ડિસેમ્બરઃ 69 વર્ષીય રજનિકાંતે અભિનય ક્ષેત્રે ધારી સફળતા પ્રાપ્ત કરી છે. હવે આ સુપરસ્ટાર સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું છે. રજનિકાંત આવનારા વર્ષ એટલે કે 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી છે. આ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું કે, તે પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

છેલ્લા ઘણા મહિનાઓથી રજનિકાંત રાજકારણમાં સક્રિય છે, પરંતુ આજે પહેલીવાર તેણે પોતાની પોલિટિકલ ઇનિંગ્સ વિશે જાહેરાત કરી છે. રાજકીય પક્ષ બનાવવા અને વિધાનસભા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત બાદ તામિલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી થશે. તામિલનાડુના રાજકારણમાં ફિલ્મ કલાકારની રાજકારણમાં સફળ ઇનિંગ્સનો લાંબો ભૂતકાળ રહ્યો છે.