party rep 1 1577776925 edited

થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન પર અમદાવાદ પોલીસની બાજ નજર, 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થશે દંડ

party rep 1 1577776925 edited

અમદાવાદ,30 ડિસેમ્બર: 31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યું છે. શહેરમાં રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

અમદાવાદમાં 31stને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં 7 ડીસીપી,14 એસીપી, 50 પીઆઇ, 100 પીએસઆઇ અને 3500 જેટલા પોલીસ કર્મી હાજર રહેશે. 28થી 29 ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 31st સાંજથી જ પોલીસ બંદોબસ્તમાં શહેરમાં ગોઠવાઇ જશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા પોલીસને બ્રેથ એનેલાઇજર અને મો સુંઘવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

whatsapp banner 1

જો કોઇ પણ કરફ્યુમાં કારણ વગર અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેર પોલીસ કંટ્રોલ રૂમના સર્વેલન્સના કેમેરામાં જો કોઇ દેખાયા તો પોલીસને જાણ કરવામાં આવશે અને તુરંત તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શહેરમાં ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને જો લેટ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

નાગરીકોને પોલીસનો સંદેશ

  • 31 ડિસેમ્બર દરમ્યાન રાત્રીના 09:00 વાગ્યા પછી અમદાવાદમાં પ્રવેશી શકાશે નહીં
  • રાત્રીના નવ વગ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી કરી શકાશે નહીં.
  • જો કર્ફ્યુ ભંગ કરવામાં આવશે તો ગુનો દાખલ કરાશે
  • કોઈ પણ પ્રતિબંધ ચીજ વસ્તુઓનું સેવન કરેલું હશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે…
  • જાહેરનામા સિવાયના કોઈ પણ બાબતની મંજૂરી નથી

જો કર્ફ્યુ ભંગ કર્યો તો ગુનો દાખલ કરાશે

  • ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ નજીક ખાનગી કપડાંમાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
  • જે પણ નાગરિક માદક દ્રવ્ય લિધેલાનું જણાશે તો મેડિકલ ચેકીંગ માટે લઇ જવાશે
  • 09:00 વાગ્યા પછી સર્વેલન્સના કેમેરાથી પણ નજર રખાશે

આ પણ વાંચો…

અમદાવાદ બાદ હવે રાજકોટ જેલના કેદીઓ બનશે RJ