Rajkot corona caseમાં વધારો: પોલીસ કર્મી અને શિક્ષકો થયા સંક્રમિત, સીએમ રુપાણીના ભાઇ લલિત રુપાણી સહિત પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ

Rajkot corona case

રાજકોટ, 06 એપ્રિલઃ અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના કેસ(Rajkot corona case)માં વધારો થઇ રહ્યો છે. CM વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી(Lalit Rupani) અમદાવાદમાં અને CMનો ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. વધતા મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. હાલ કોરોનાના મૃત્યુઆંકને ઘટાડવા નક્કર આયોજર કરવું જરૂરી બન્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. આજે નવા 321 કેસ નોંધાયા છે.

હાલ રાજકોટ મનપા ના આરોગ્ય વિભાગ ના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત(Rajkot corona case) થયો છે, જ્યાં છેલ્લા પાંચ દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મીઓ, મેલેરીયા વિભાગ ના 2 અને વિજિલન્સ ના 5 પોલીસકર્મી સહીત 81 લોકોં કોરોનાથી સંક્રમિત થયા છે.

ADVT Dental Titanium

હાલ જિલ્લામાં 11 શિક્ષકો કૂર્ણ સંક્રમિત થયા છે, IOB બેંકની ભક્તિનગર બ્રાંચમાં 2 ઓફિસર અને 3 ક્લાર્ક સહિત 5 કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે, આ ઉપરાંત રાજકોટ ST બસપોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બસસ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપટે ચડ્યા છે. આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ધોરાજીમાં આજે ફરી શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં 70 શિક્ષકો સંક્રમિત થતા શિક્ષણ ક્ષેત્રમાં ભયનો માહોલ સર્જાયો છે.

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશનમાં એક આરોપી, એક પોલીસમેન અને બે હોમગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે.

Whatsapp Join Banner Guj

બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યાં છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે. જોકે જે લોકોએ 10 દિવસ પુરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.

રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચો…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ