Rajkot girl student problems: કોલેજમાં જતી વિદ્યાર્થીનીને ગંદા ઈશારા કરી હેરાન કરનાર નરાધમને લોકોએ ભેગા થઈ ઢોર માર માર્યો

Rajkot girl student problems: કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને કોલેજની બહાર ૪૫ વર્ષના ઢગાએ ગંદા ઈશારા કરી યુવતીઓની છેડતી કરી જાણ થતાં આસપાસના લોકોએ નરાધમને ઢોર મારમાર્યો

રાજકોટ, 18 નવેમ્બર: Rajkot girl student problems: રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નરાધમો છોકરીઓ, બાળકીઓ અને વૃદ્ધાઓ ને હેરાન પરેશાન કરી દે છે અને સ્ત્રી, નાની અને જુવાન છોકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ બનાવી દે છે. તેવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને કોલેજની બહાર ૪૫ વર્ષના ઢગાએ ગંદા ઈશારા કરી યુવતીઓની છેડતી કરી જાણ થતાં આસપાસના લોકોએ નરાધમને ઢોર મારમાર્યો.

રાજકોટમાં આવેલી અનેક કોલેજોમાં જ્યારે વિદ્યાર્થીનીઓ સવારે અભ્યાસ કરવા માટે જતી હોય છે ત્યારે સવારમાં અનેક રોમીયાઓ તેના કોલેજ નજીક ગોઠવાઈ જાય છે અને વિદ્યાર્થીઓની છેડતી કરે છે. પરંતુ યુવતીઓ તેનું ભવિષ્યન નો બગડે તે માટે તે વાતને જતી કરી દે છે. પરંતુ જ્યારે યુવતી રણચંડી બને છે ત્યારે રોમિયાઓને ભાગવું પણ અઘરું પડી જાય રાજકોટનાં વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સવારે કોલેજમાં જતી હતી ત્યારે એક ૪૫ વર્ષનો ઢગો છેલ્લા બે દિવસથી તેને બિભસ્ત ઈશારા કરી છેડતી કરતો હતો.

પરંતુ આજે યુવતીઓ દ્વારા તેને પકડી લમધાર્યો હતો.વિગતો મુજબ વિદ્યાનગર મેન રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને કોલેજ જાય છે ત્યારે તેના કોલેજ સામે અનેક રોમીયો વહેલી સવારથી જ ગોઠવાઈ જાય છે. જેમાં બે દિવસથી એક ૪૫વર્ષનો ઢગો ત્રણથી ચાર યુવતીઓને બિભસ્ત ઇશારા કરી છેડતી કરતો હતો. જેથી આજે વિદ્યાર્થીનીઓએ ઢગને પકડી લમધાર્યો હતો. તેટલામાં જ લોકોનું ટોળું ભેગું થઈ જતા અનેક લોકોએ તેના ઉપર હાથ સાફ કર્યો હતો જેમાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઢગાની પૂછતા જ કરતા તેને પોતાનું નામ હરેશ ભીખા બારૈયા અને તે મનહર પ્લોટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો…Shraddha hatyakand update: પુરાવાની શોધમાં આફતાબને લઈને ઉત્તરાખંડ અને હિમાચલ જશે દિલ્હી પોલીસ

લોકોએ માર મારતા ઢગો લોહીલુહાણ થઈ જતા તેને પોલીસે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટની આવી ઘણી કોલેજ પાસે આવા રોમિયાઓનો ત્રાસ વધી રહ્યો છે જેથી પોલીસે કોલેજો નજીક પેટ્રોલિંગ વધારવું જરૂરી બન્યું છે.

Gujarati banner 01