Vijay Kharadi JMC

Ranjit Sagar Dam: રણજિત સાગર ડેમની સપાટી 25.5 એ પહોંચતા કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફોર્ન્સ યોજી

Ranjit Sagar Dam: આ વર્ષે જામનગર શહેરમાં મેઘ મહેર થતા શહેર માં સમાવિષ્ટ થતા કુલ ચાર મુખ્ય ડેમ છે જેમાંથી આજી -3 અને ઊંડ -1ઓવર ફ્લો થઈ ચૂક્યા છે

જામનગર, 17 સપ્ટેમ્બરઃ Ranjit Sagar Dam: જામનગર મહાનગરપાલિકા પર આ વર્ષે વરુણદેવ રિજતા રણજીતસાગર ડેમની સપાટી 25.5 એ પહોંચતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી ની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ડેમની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં મનપાના માનનીય કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે જામનગર શહેરમાં મેઘ મહેર થતા શહેર માં સમાવિષ્ટ થતા કુલ ચાર મુખ્ય ડેમ છે જેમાંથી આજી -3 અને ઊંડ -1ઓવર ફ્લો થઈ ચૂક્યા છે, શહેરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમની કુલ સપાટી 27.5 ફૂટની છે જેમાં છેલ્લા દિવસોથી નોંધાયેલા સારા વરસાદને લીધે રણજીત સાગર ડેમની સપાટી આજે 25.5 ફૂટ નોંધાય છે રણજીતસાગર ડેમની સપાટી માં નોંધપાત્ર વધારો થતાં આજે સવારે જામ્યકોના અધિકારીઓ અને વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણી દ્વારા ડેમ વિઝીટ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Rajpipla youth congress: રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસનુ કલેકટરને આવેદન

આ પણ વાંચોઃ Mission Million Trees: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

Gujarati banner 01