Rajpipla Collector

Rajpipla youth congress: રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસનુ કલેકટરને આવેદન

Rajpipla youth congress: આદિવાસીસમાજ ના દરેક પાર્ટીના સાંસદો તથા આદીવાસી સમાજ ના આગેવાનોને વિશ્વાસમા લીધા વિના ઠરાવ કરી આદીવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે.

રાજપીપળા,16 સપ્ટેમ્બર: Rajpipla youth congress: કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 14-9-2022 ના રોજ 12 બિન આદીવાસીનો આદીવાસી સમાજ મા સમાવેશ કરવામાં આવ્યો જેનો સાચા આદીવાસી સમાજ વિરોધ કરે છે. જેના સંદર્ભ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવાની આગેવાની મા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ તથા આદીવાસી સમાજ ના યુવાનો સાથે નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

આગામી સમય મા આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કૉંગ્રેસ ના કાર્યકરો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

આવેદનપત્ર માં જણાવ્યું હતું કે તા. 14-9-2022 ના રોજ કેન્દ્રીય કેબિનેટે ભારતની 12ગેરઆદિવાસી જાતિઓને STમાં સામેલ કરીને આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે.અને આદિવાસીસમાજ ના દરેક પાર્ટીના સાંસદો તથા આદીવાસી સમાજ ના આગેવાનોને વિશ્વાસમા લીધા વિના ઠરાવ કરવામાં આવ્યો છે. તથા આદીવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે.

આ પણ વાંચોઃ Mission Million Trees: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

એક બાજુ આદીવાસી સમાજ ના લોકોને સરકારી નોકરી મળે તો એમના પાસે 1950/60 પહેલા ના પુરાવા માંગવા મા આવે છે 73AA,તથા ધોરણ 1 ભણ્યા હોય એનો શાળા નો વાયપત્રક ઉતારો, તથા પિતા જે શાળા મા ભણ્યા હોય એનીડીટેલ, પેઢીનામું, એવા 10 થી 12 જાત ના પુરાવા માંગવામા આવે છે તો પછી 12 બિન આદીવાસીસમુદાયો ને કયા બેઝ પર st મા સમાવેશ કર્યો.

કેન્દ્ર સરકારદ્વારા STમાંથી ખોટા કર્યો છે. અને સાચા આદીવાસી તથા અનામત પ્રતીકાર કરીને સાચા આદિવાસીઓને દુર કરીને સાચા આદિવાસીઓ સાથે અન્યાય વહેલી તકે નિરાકરણ લાવી આદીવાસી સમાજ ને ન્યાય આપે નહિતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી.

જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવા તથા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, ગરુડેશ્વર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ ભાઇ તડવી. વિધાનસભા પ્રમુખ જીલ્લા પંચાયત વઘરાલી સદસ્ય ડૉ. નિતેશ તડવી તથા આદીવાસી સમાજ ના યુવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો..Modi Will Release The Leopards In Kuno: PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, PMએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *