remdac

ઝાયડસ હોસ્પીટલમાં ફરી શરુ થશે રેમડેસિવીર(remdesivir injection)નું વેચાણ: લાંબી લાઈનો લગતી હોવાથી હોસ્પીટલે વેચાણ કર્યું હતું બંધ

remdesivir injection

અમદાવાદ, 10 એપ્રિલઃ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કહેર વરસાવી રહ્યો છે અને તેની સામેની લડાઈમાં હથિયાર મનાતા રેમડેસિવીર ઇન્જેક્શન(remdesivir injection)ની તંગી પણ વર્તાઈ રહી છે.ત્યારે રાજકોટને ૧૦૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં ઇન્જેક્શનનું ફરી વેચાણ શરુ કરવામાં આવશે. કોરોના મહામારીએ ફરી એક વખત ગુજરાતનો ભરડો લીધો છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા પરિવારજનો રેમડેસિવીર ઇન્જેક્શન(remdesivir injection) લેવા માટે દોડાદોડ કરી રહ્યા છે જેના પગલે ઇન્જેકશનની પણ રાજ્યમાં અછત વર્તાઈ રહી છે અને અમુક હોસ્પિટલોએ તો ઇન્જેક્શનનું વેચાણ પણ બંધ કરી દીઘું છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો છે.

Whatsapp Join Banner Guj


ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પીટલ ફરી ઇન્જેક્શનનું વેચાણ શરુ કરશે.શનિવારે મનસુખ માંડવીયાએ ટવીટ કરીને કહ્યું હતું કે ઝાયડસ હોસ્પીટલમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શન(remdesivir injection)નું વેચાણ શરુ કરાશે.તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે. દર્દીઓના સગાઓને મારી વિનંતી છે કે આપ હોસ્પિટલના વ્યવસ્થા તંત્રને સહકાર આપો તથા સંયમથી વર્તો. નાગરિકોને પણ અપીલ છે કે જરૂર વગર સંગ્રહ ન કરે. કોરોના સામેનો આ જંગ આપણે સાથે મળીને જીતવાનો છે.દરમિયન ZYDUS દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શનનું આવતીકાલ રવિવારથી ફરીથી વેચાણ શરૂ કરાશે. ગઈ કાલે સ્ટૉક ખતમ થવાના કારણે વેચાણ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.

ADVT Dental Titanium

બીજીબાજુ રાજ્ય સરકારે રાજકોટને ૧૦૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન(remdesivir injection)નો જથ્થો ફાળવ્યો છે. જેમાંથી સિવિલ હોસ્પિટલ રાજકોટને ૭૦૦૦ અને ૨૦૦૦ ઇન્જેક્શન રાજકોટની ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે જયારે ૧૦૦૦ ઇન્જેક્શન ગ્રામીણ વિસ્તારની હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો…

RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી