remo dsouza

હોસ્પિટલમાંથી સાજા થયા બાદ રેમો ડિસોઝાનું થયું ડાન્સથી સ્વાગત

remo dsouza

મુંબઇ,19 ડિસેમ્બરઃ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. હવે જાણવા મળ્યું છે કે કોરિયોગ્રાફરની તબિયત પહેલા કરતા વધારે સારી છે. તાજેતરમાં જ રેમોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને ખૂદ જણાવ્યું કે, હવે તે ઠીક છે. રેમોએ પોતાના ફેન્સનો આભાર માન્યો અને સાથે એક ખાસ વીડિયો અપલોડ કરીને ફેન્સ સુધી સંદેશ પહોંચાડ્યો છે.

સોશિયલ મીડિયા પર રેમોએ એક સ્લો મોશન વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દેખાય છે, હોસ્પિટલથી રજા મળ્યા બાદ રેમોનો જોરદાર અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઘણા બધા ફૂગ્ગા દ્વારા તેમનું વેલકમ કરવામાં આવ્યું હતું.

whatsapp banner 1

વીડિયોમાં ગણપતિ બાપ્પાનું ગીત વાગી રહ્યું છે અને એક્ટર ડાંસ દ્વારા જણાવી રહ્યા છે કે, હવે તે ફીટ છે. બધાના પ્રેમ અને પ્રાર્થના માટે હૃદય પુર્વક આભાર માન્યો. મારા તમામ દોસ્તોને આભાર.

સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં રેમો થોડો નબળો જોવા મળી રહ્યો હતો. તેવામાં તરત જ કામ પર તરત જ પાછા ફરવાના છે. થોડા દિવસોમાં આરામ કર્યા બાદ જ ફરી કામ પર પાછા ફરશે.

આ પણ વાંચો…

લવજેહાદ મામલે સમગ્ર ગુજરાતમાં કાયદો લાવવાની ઉગ્રમાંગ- જુઓ આ ખાસ વીડિયોઃ શું કહ્યું વડોદરાના MLA શૈલેષ સોટ્ટા અને સાસંદ રંજન ભટ્ટે