WhatsApp Image 2020 12 19 at 10.37.57 AM 1

લવજેહાદ મામલે સમગ્ર ગુજરાતમાં કાયદો લાવવાની ઉગ્રમાંગ- જુઓ આ ખાસ વીડિયોઃ શું કહ્યું વડોદરાના MLA શૈલેષ સોટ્ટા અને સાસંદ રંજન ભટ્ટે

WhatsApp Image 2020 12 19 at 10.37.57 AM 1

વડોદરા,19 ડિસેમ્બર : લવ જેહાદના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જ જાય છે તેને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ સરકારની જેમ કાયદો આવે તેવી લોક લાગણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી પાસે અલગ અલગ સંગઠનો અને વિવિધ ધારાસભ્યો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. જો કે આજે વડોદરામાં બ્રાહ્મણ યુવતીને ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યા બાદ આ માંગણી ઉગ્ર બની છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં આવે અને લાગુ પડે તેવી માંગ કરી છે. 

વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ કરી લેતા વિવાદ પેદા થયો છે. વડોદરાનાં સાંસદ પણ દિલ્હીથી યુવતીને સમજાવવા માટે દોડી આવ્યા હતા. મારે દિકરી નથી તુ મારી દિકરી જેવી છે તારે આ પગલું ન ભરવું જોઇએ તેમ કહીને સમજાવટ કરી હતી. લવ જેહાદ જેવા કિસ્સાઓ ડભોઇ અને વડોદરામાં વધારે બનતા હોવાનું અને લોકોની ઉગ્ર માંગણી હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાલ તો યુવતીને તેના પરિવારને સોંપી દેવાઇ છે. જ્યારે યુવાન અને તેનો પરિવાર વકીલના માથે મટકી ફોડીને ભુગર્ભમાં ઉતરી ચુક્યો છે. 

WhatsApp Image 2020 12 19 at 10.42.17 AM

હાલ વડોદરાનો આ કિસ્સો હાલ ખુબ જ વિવાદમાં છે. આ અંગે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું કે, ચોક્કસ કોમના લોકો હિન્દુ નામ સાથે ભોળી યુવતીઓને ફસાવે છે. મોંઘી બાઇકો અને ગાડીઓની લાલચે યુવતીઓ લલચાઇ જાય છે. જો કે જ્યારે હકીકતનું ભાન થાય ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ચુક્યું હોય છે. કોલેજમાં અભ્યાસ કરતી તરૂણ વયની કિશોરીઓ દુનિયાદારીનું ભાન નહી હોવાથી તે મોંઘી બાઇકો અને ગાડીઓથી અંજાઇ જતી હોય છે. જો કે આ તમામ પાછળ પણ ચોક્કસ સંગઠનો કામ કરતા હોય છે. જ્યારે યુવતી લગ્ન કરીને જાય ત્યારે તેનું જીવન નર્કાગાર બની જતું હોય છે. ધર્મપરિવર્તન માટે જબરદસ્તીથી માંડીને અનેક પ્રકારની યાતનાઓનો ભોગ બને છે. 

WhatsApp Image 2020 12 19 at 10.42.18 AM

શૈલેષ સોટ્ટાના અનુસાર યુવતી જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં જ લગ્ન થઇ શકે તેવો પણ કાયદો બનવો જોઇએ. હાલમાં જે કિસ્સો પ્રકાશમાં આવ્યો તેમણે અગાઉ છોટા ઉદેપુરમાં લગ્નનો પ્રયાસ કર્યો. યુવતીનાં ઘરે નોટિસ ગયા બાદ તેઓ મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હતા. તેવામાં યુવતી જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં જ લગ્ન રજીસ્ટ્રેશન થાય તેવો કાયદો પણ જરૂરી છે. આવા લગ્નોમાં પરિવાર સંપુર્ણ અંધારામાં હોય છે. લગ્ન રજીસ્ટરની કચેરીમાં એક મહિનાનો સમય હોય છે તેટલામાં પરિવાર ન આવે તો સરકારી ચોપડે તે લગ્ન ચડી જતા હોય છે. 30 દિવસ બાદ તેમને લગ્નનું રજીસ્ટર પણ આપી દેવાતું હોય છે. 

WhatsApp Image 2020 12 19 at 10.42.18 AM 1
whatsapp banner 1

આ સમયગાળા દરમિયાન યુવાનો યુવતીને ફોસલાવીને કે સંમતીથી બંન્ને સામાન્ય રીતે જ ઘરે રહે છે. લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ આવ્યા બાદ ઘરે જાણ કરે છે. ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્ન માટે કોઇ ચોક્કસ કાયદો નથી. જેના કારણે હિંદુ યુવતીઓ મોટા પ્રમાણમાં આનો ભોગ બને છે. જો કાયદો હોય તો ચોક્કસ રીતે આવા કિસ્સાઓ ડામી શકાય. લગ્નની નોંધણી માટે માતા પિતાના હસ્તાક્ષર પણ ફરજીયાત કરવા જોઇએ. સ્પેશિયલ મેરેજ એક્ટમાં સંશોધન કરીને એક મહિનાની નોટિસ આપવાની કલમ -5 અને 6માં સંશોધન કરી સુધારો કરવો જરૂરી છે. કલમ -5 હેઠળ 30 દિવસનાં બદલે 60 દિવસનો સમય કરવો અને કલમ – 6માં સુધારો કરી ઓફીસના જાહેર સ્થળે નોટિસ લગાવવા ઉપરાંત માતા પિતાને નોટિસ બજાવવી અથવા તો બંન્નેની સંમતી બાદ જ લગ્ન થાય તેવો કાયદો લાવવો જોઇએ.

આ પણ વાંચો….

રાજકોટ પોલીસ કમિશનર ઉત્તરાયણને લઇને જાહેર કરી ગાઇડલાઇન, કહ્યું- પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે