The school children came covid positive: દેશના આ રાજ્યની સ્કૂલમાં 32 બાળકો કોરોના સંક્રમિત, એંટીજન ટેસ્ટ પોઝિટિવ- વાંચો વિગત

The school children came covid positive: એક ખાનગી સ્કૂલમાં 32 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી સિૃથતિ કાબુમાં આવ્યા બાદ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર: The school children came covid positive: દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી ગઇ હોય, જોકે હજુ પણ તેનાથી સિૃથતિ કાબુમાં નથી આવી. દેશભરમાં સ્કૂલો ખુલતા જ કોરોના દરેક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એક ખાનગી સ્કૂલમાં 32 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી સિૃથતિ કાબુમાં આવ્યા બાદ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી. 

બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 26041 કેસો સામે આવ્યા હતા, જે સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 2,99,620એ પહોંચી ગઇ હતી જે 191 દિવસોમાં સૌથી નીચે છે. બીજી તરફ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 4,47,194એ પહોંચ્યો હતો. જ્યારે વધુ 276 લોકોના મોત નિપજ્યા હતા.  જાણકારી અનુસાર કોરોના વિસ્ફોટ જમ્મૂના રાજોરી જિલ્લામાં થયો છે. અહીં એક ખાનગી સ્કૂલના 32 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ Rickshaw accident: સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં ખાબકી રીક્ષા, ભૂવામાં રીક્ષા ખાબકતા ચાલક થયો ઘાયલ

પ્રશાસને આદેશ આપ્યા છે કે ક્લાસમાં એંટ્રી પહેલા દરેક બાળકોનો એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આ બાળકોની રિપોર્ટ પોઝિટિવ સામે આવી છે. હાલમાં જ જમ્મૂ કાશ્મીર સરકારે 10મા અને 12મા ધોરણને ઓફલાઇન શરૂ કરવાના આદેશ આપ્યા હતા. થોડા દિવસ પહેલા લદ્દાખની રાજધાની લેહમાં આવુ જ થયું હતું. જે બાદ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી.

લેહમાં ગત સપ્તાહે એક દિવસમાં 71 નવા મામલા સામે આવ્યા છે. જે બે મહિનામાં સૌથી વધુ હતા. તેમાંથી મોટા ભાગના લેહ સિૃથત દ્રૂક પદ્મા કાર્પો સ્કૂલ સાથે જોડાયેલા હતા. જે બાદ જિલ્લા પ્રશાસને 15 દિવસ માટે સ્કૂલોને બંધ કરવાના આદેશ આપ્યા હતા. બે ઓક્ટોબર સુધી સ્કૂલોને ફરી બંધ કરી દેવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj