Rishikesh patel

Rishikesh Patel will Launch Health Related Projects: આરોગ્યમંત્રીના હસ્તે મધ્યગુજરાતને આરોગ્યલક્ષી વિકાસકાર્યોની ભેટ મળશે

  • છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ ફિલ્ડ હોસ્પિટલ, ૪૨ બેડ પિડીયાટ્રીક, ૨૦ બેડ આઇ.સી.યુ. અને ૫૦ બેડ ક્રિટીકલ કેર બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત થશે
  • વડોદરામાં નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલના મોજરી ખાતેના P.H.Cનું લોકાર્પણ થશે
  • છોટાઉદેપુરના પાનવડ અને ખેડા ના કપડવંજ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત થશે

Rishikesh Patel will Launch Health Related Projects: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વડોદરા થી રૂ. ૮૨ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે

વડોદરા, 20 મેઃ Rishikesh Patel will Launch Health Related Projects: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવાર (૨૧ મે) ના રોજ વડોદરા ખાતેથી રૂ. ૮૧.૯૫ કરોડની રકમના વિવિધ આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં અર્પણ કરશે.

આ વિકાસ પ્રકલ્પોમાં વડોદરાના સયાજીપથ પાસે રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્યકેન્દ્રનું આરોગ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

તદ્ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ ફિલ્ડ હોસ્પિટલ, ૪૨ બેડ પિડીયાટ્રીક, ૨૦ બેડ આઇ.સી.યુ. અને ૫૦ બેડ ક્રિટીકલ કેર બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત થશે. વધુમાં આરોગ્યમંત્રીના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ અને ખેડા જિલ્લાના કપડવંજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણકાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મધ્યગુજરાતમાં રૂ. ૮૨ કરોડથી વધુની રકમના આરોગ્યલક્ષી વિકાસકાર્યોની મળનાર ભેટ મધ્યગુજરાતના જન જનની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે.

આ પણ વાંચો… G20 delegation visited Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થયું G20 પ્રતિનિધિ મંડળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો