thumbs b c 5ff758a6982aa8f0374a03c50edfa52e

રશિયાની સ્પુતનિક વેક્સિનનો ભારતમાં ટ્રાયલ શરુ, આ રસી 2 વર્ષ સુધી આપશે કોરોનાથી રક્ષણ

thumbs b c 5ff758a6982aa8f0374a03c50edfa52e

અમદાવાદ,14 ડિસેમ્બર: વિશ્વના તમામ દેશો કોરોનાની સામે જજુમી રહ્યાં છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કોરોનાની વેક્સિન બનાવવામાં મથ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે રશિયાની સ્પુતનિક(Sputnik V) રસી ચર્ચામાં છે. દુનિયાના અનેક દેશોમાં હવે રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને ભારતમાં પણ સ્પુતનિકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે રશિયાએ પહેલીવાર જણાવ્યું છે કે, સ્પુતનિક રસીની અસર ક્યાં સુધી રહેશે અને તે કેટલા વર્ષ સુધી લોકોને કોરોનાથી બચાવી શકે છે.

રશિયાની ન્યૂઝ એજન્સી મુજબ સ્પુતનિક રસી બનાવનારી ટીમમાંથી પ્રમુખ નિર્માતા એલેક્ઝાન્ડર ગેન્સબર્ગે દાવો કર્યો છે કે કોરોના વિરુદ્ધ સ્પુતનિક રસી બે વર્ષ સુધી કારગર રહેશે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી જેટલી પણ ટ્રાયલ થઈ તેનાથી જાણવા મળ્યું છે કે આ રસી બે વર્ષ કે તેનાથી વધુ સમય સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે.ભારતમાં સ્પુતનિક રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પુણેની નોબલ હોસ્પિટલમાં ગત અઠવાડિયે હ્યુમન ટ્રાયલ હેઠળ 17 વોલિન્ટિયર્સને રશિયાની સ્પુતનિક કોરોના રસી આપવામાં આવી હતી. નોબલ હોસ્પિટલના ડાઈરેક્ટર ડો.રાઉતે જણાવ્યું હતું કે, કુલ 17 વોલિન્ટિયર્સને રસી આપવામાં આવી છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, સ્પુતનિક વેક્સિનના ટ્રાયલ વિશે જાણવા મળ્યું હતું કે, 92% કારગર જોવા મળી હતી. ગત અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રસી બનાવનારા એક પ્લાન્ટને લોન્ચ કરવાના સમારોહમાં કહ્યું હતું કે, રશિયા આગામી થોડા દિવસમાં 2 મિલિયન રસીનું ઉત્પાદન કરશે.
આ પણ વાંચો…

નાયબ મુખ્યમંત્રીની ઇન્ટર્ન ડોક્ટર્સને કડક ચેતવણીઃ કોરોનાકાળમાં સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન ન કરવો