દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત સચ્‍ચિદાનંદ સ્‍વામી (Sachidanand swami)એ રસી મૂકાવી આપ્‍યો પ્રેરક સંદેશ

આજથી આણંદ જિલ્‍લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષની
ગંભીર બિમારી ધરાવતા વ્‍યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ

આણંદ, 01 માર્ચ: ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્‍લામાં આજે તા. ૧લી માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્‍યકિતઓને તેમજ ૪૫ થી ૬૦ વર્ષની વચ્‍ચે જે કે જેઓને હૃદય, કિડની, કેન્‍સર, સિકલસેલ, એનેમિયા, બ્‍લડપ્રેસર, ડાયાબિટીસ, ફેકસા રોગ, લિવરની તકલીફ જેવી ગંભીર બિમારીઓ ધરાવતા હોય તેઓ માટે જિલ્‍લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ રસીકરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું છે.
આણંદ જિલ્‍લામાં આજથી આ રસીકરણનો પ્રારંભ થતાં પેટલાદ ખાતેની એસ. એસ. હોસ્‍પિટલમાં પેટલાદ તાલુકાના દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષિય મહંત સચ્‍ચિદાનંદજી સ્‍વામી(Sachidanand swami)એ રસી મૂકાવીને જિલ્‍લાના નાગરિકોને પ્રેરક સંદેશો પાઠવ્‍યો હતો.

Whatsapp Join Banner Guj


રસી મૂકાવ્‍યા બાદ મહંત સચ્‍ચિદાનંદજી સ્‍વામી(Sachidanand swami)એ નાગરિકોને કોરોનાની આ મહામારીના પ્રકોપ ચાલી રહ્યો છે જેનાથી આખી દુનિયા ત્રસ્‍ત છે ત્‍યારે તેની સામે સફળ થવા માટે સરકાર તરફથી રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. આપણી રસી આખી દુનિયામાં વખણાય છે અને તેનો પ્રચાર થઇ રહ્યો છે અને તેનો ઉપયોગ થઇ રહ્યો છે ત્‍યારે મારાથી શરૂઆત થતા મારૂં સદ્દભાગ્‍ય સમજું છું અને જેમ મેં રસી મૂકાવી છે તેમ તમે પણ રસી મૂકાવો અને આ કોરોનાની આ મહામારીમાંથી બચવાનો પ્રયાસ કરી તેના ઉપાયમાં સાથ આપવા અપીલ કરી છે.

019ff3c3 3d7f 4690 b1f3 8d9175018007


જિલ્‍લામાં આજથી શરૂ થયેલ રસીકરણની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી
ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું કે, હાલ જિલ્‍લામાં ૭૬ સરકારી દવાખાનાઓમાં અને ૧૧ ખાનગી હોસ્‍પિટલોમાં રસીની કામગીરી કરવામાં આવે છે. આગામી તા. ૪થી સુધીમાં વધુ ૧૪૩ હેલ્‍થ સેન્‍ટરો અને તા. ૮મી સુધીમાં વધુ ૫૦ મળી જિલ્‍લામાં કુલ ૨૭૦થી વધુ સરકારી દવાખાનાઓ (સિવિલ હોસ્‍પિટલ આણંદ અને પેટલાદ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર અને અર્બન હેલ્‍થ સેન્‍ટર)માં રસીકરણ શરૂ કરવામાં આવશે. જે એક માસ સુધી ચાલશે.
તેમણે વધુમાં સરકારી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. જયારે ખાનગી હોસ્‍પિટલોમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવ્‍યા મુજબ રૂા. ૨૫૦/- ચાર્જ લઇ રસી મૂકવામાં આવનાર હોવાનું જણાવ્‍યું હતું.

આ પણ વાંચો…

ચૌદમી વિધાનસભા (Vidhansabha)ના આઠમા સત્રનો પ્રારંભઃ કેશુભાઇ પટેલ તથા માધવ સિંહ સોલંકી સહિત આ દિવંગત વિધાયકોને યાદ કરીને ભાવાંજલિ આપી!