Untitled 2020 10 01T132853.243 1 1170x614 1 edited

ગરબાના શોખીન માટે સારા સમાચારઃ ગુજરાતીઓની નહીં બગડે નવરાત્રી(safe navratri), આ છે સરકારનો માસ્ટર પ્લાન-જાણો સંપૂર્ણ માહિતી

safe navratri

ગાંધીનગર, 02 એપ્રિલઃ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહીનાના અંત સુધીમાં એટલેકે એપ્રિલ માસના અંતમા 20 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોનાના કારણે નવરાત્રી(safe navratri)ના ઉત્સવમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

ગઇ કાલથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ, ગુજરાતની હાલની 6.48 કરોડની વસતિના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે.

ADVT Dental Titanium

આ અંગે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે.” આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત સાચી માનીએ તો ગુજરાતમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે, જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 29 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિ 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અપાઈ ચૂકી હશે.

આરોગ્ય વિભાગના ટાર્ગેટ મુજબ, 2.50 લાખ લોકોને દૈનિક રસી આપવામાં આવી તો એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાના અંતે વધુ 2.25 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. માર્ચના અંત સુધીમાં 54.67 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. આમ, જૂનના અંત સુધીમાં કુલ 2.80 કરોડો લોકો રસી મળી ચૂકી છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 62.5 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિના 43 ટકા થશે.

Whatsapp Join Banner Guj

જો લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલ્યો તો સાડાપાંચ મહિનાના અંતમાં એટલે કે 7 સપ્ટેમ્બર સુધીમાં એટલે નવરાત્રી(safe navratri)ના તહેવાર પહેલાં ગુજરાતના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ 4.48 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. જ્યારે ગુજરાતની કુલ વસતિ 6.48 કરોડ પ્રમાણે ગણીએ તો અંદાજે 70 ટકા વસતિ વેક્સિનેટેડ થઈ ચૂકી હશે.

આ પણ વાંચો…

ગુજરાત(corona virus)ના આ શહેરમાં વેક્સીન લેનારા 236 લોકો પોઝિટિવ, તો વડોદરામાં 2 નવજાત પોઝિટિવ- વાંચો સંપૂર્ણ અહેવાલ