30 03 2021 april festival

Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે

Festivals

ધર્મ ડેસ્ક, 02 એપ્રિલઃ મહિનામાં હિન્દુ પંચાંગનું નવું વર્ષ પણ શરૂ થશે. અત્યારે હિન્દુ પંચાંગનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. જાણો એપ્રિલની ખાસ તિથિ અને તહેવાર(Festivals)…

શીતળા સપ્તમી- રવિવારે 4 એપ્રિલે શીતળા સપ્તમી છે. ત્યારબાદ સોમવારે શીતળા અષ્ટમી છે. આ તિથિ પર ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે. આ તિથીના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.

પાપમોચની એકાદશી- ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી બુધવારે 7 એપ્રિલે છે. તેને પાપમોચન એકાદશી(Festivals) કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે અને કેસર મિશ્રિત દૂધથી બાલ ગોપાલનો અભિષેક કરવામાં આવે છે.

ચૈત્ર મહિનાની અમાસ- રવિવારે 11 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાસ છે. આ વખતે પંચાંગના ભેદને કારણે સોમવાર, 12 એપ્રિલે પણ અમાસની તિથી રહેશે. આ દિવસે પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરો. આ તિથી પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન આપવાની પરંપરા છે.

ADVT Dental Titanium

ચૈત્ર નવરાત્રી – મંગળવારે 13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. આ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવશે અને ગુડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વિક્રમ સંવત 2078 શરૂ થશે.

ગંગોર તીજ- ગુરુવારે 15 એપ્રિલે ગંગોર તીજ છે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે આ પૂજાથી વિવાહિત જીવનમાં સુખ-શાંતિ રહે છે.

વિનાયક ચતુર્થી- શુક્રવારે 16 એપ્રિલે વિનાયક ચતુર્થી(Festivals) છે. ભગવાન ગણેશની વિશેષ પૂજા માટે આ મહત્વપૂર્ણ તિથી છે.

દુર્ગાષ્ટમી- મંગળવારે, 20 એપ્રિલે દુર્ગાષ્ટમી છે. આ દિવસે ઘણા લોકો તેમની કુળદેવીની પૂજા કરે છે.

શ્રીરામ નવમી- બુધવારે 21 એપ્રિલે શ્રીરામ નવમી છે. આ દિવસે ચૈત્ર નવરાત્રી પૂરી થશે અને શ્રીરામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દેવી દુર્ગા અને શ્રીરામની પૂજા ખાસ કરીને કરવી.

કામદા એકાદશી- શુક્રવારે 23 એપ્રિલે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી છે. તેને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

મહાવીર જયંતી- રવિવારે 25 એપ્રિલે મહાવીર જયંતી છે. તે જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે મહાવીર સ્વામીની વિશેષ પૂજા કરવી જોઈએ.

ચૈત્ર પૂનમ – મંગળવારે 27 એપ્રિલે ચૈત્ર માસની પૂનમ છે. આ તિથી પર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે ચૈત્ર માસ પૂરો થશે. 28 એપ્રિલથી વૈશાખ મહિનો શરૂ થશે.

ગણેશ ચતુર્થી – 30 એપ્રિલ, શુક્રવારે ગણેશ ચતુર્થી વ્રત છે. આ તિથી પર ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો….

ગરબાના શોખીન માટે સારા સમાચારઃ ગુજરાતીઓની નહીં બગડે નવરાત્રી(safe navratri), આ છે સરકારનો માસ્ટર પ્લાન-જાણો સંપૂર્ણ માહિતી