Sagar rayka join BJP

Sagar rayka join BJP: જગદીશ ઠાકોર અધ્યક્ષ બનતાં જ કોંગ્રેસને ઝટકો, સાગર રાયકા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા

Sagar rayka join BJP: પાર્ટી મહાસચિવ તરૂણ ચુગ અને સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં તેમને ભાજપ મુખ્યાલયમાં ભાજપના સભ્ય તરીકે જોડાયા

ગાંધીનગર, 07 ડિસેમ્બરઃ Sagar rayka join BJP: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ સાંસદ સાગર રાયકા સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે. પાર્ટી મહાસચિવ તરૂણ ચુગ અને સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં તેમને ભાજપ મુખ્યાલયમાં ભાજપના સભ્ય તરીકે જોડાયા. ભાજપ પરિવારમાં રાયકાનું સ્વાગત કરતાં તરૂણ ચુગે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની ગુજરાત એકમ પોતાના કેંદ્રીય નેતૃત્વની માફક્ત નેતૃત્વહીન, દીશાહીન અને નીતિવિહિન થઇ ગઇ છે. સાગર રાયકા ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પડાવ ગણાવતાં તેમણે કહ્યું કે ‘હવે ત્યાં કોંગ્રેસમાં કોઇ બચ્યું નથી. એક મોટો ચહેરો આજે ભાજપમાં જોડાયો છે. તેમના અનુભવોથી ભાજપનો જનાધાર વધુ વધશે.

આ અવસર પર સાગર રાયકાએ કહ્યું કે 46 વર્ષોથી કોંગ્રેસમાં કામ કરી રહ્યા હતા, પરંતુ આજે કોંગ્રેસમાં નેતૃત્વનું સંકટ પેદા થયું છે. તેમણે કહ્યું કે ‘શું નિર્ણય લેવો છે? કેવી રીતે કામ કરવાનું છે? તેનો કોઇ ઠેકાણું નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં પાર્ટી સંવિધાનના વિરૂદ્ધ કામ અને મનઘડત નિર્ણય લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે નવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની નિમણૂંકમાં ચર્ચાનો અભાવ રહ્યો.

આ પણ વાંચોઃ Weather Update: ફરી ગુજરાત ઠંડી વધશે, હવામાન વિભાગે કરી આ આગાહી- વાંચો વિગત

સાગર રાયકા એ કહ્યું કે કોંગ્રેસના નેતા લોકોથી દૂર થઇ ગયા છે અને પાર્ટીમાં કોઇ વધુ આશા જોવા મળી રહી નથી. એટલા માટે તેમણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે દેશમાં જે પ્રકારે વિકાસ થઇ રહ્યો છે, જે પ્રકારે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મે પણ વિચાર્યું કે કઇ રીતે હું તેમાં યોગદાન આપું. અત્રે ઉલ્લેખનીય છે કે સાગર રાયકા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં સામેલ રહ્યા છે. તે અન્ય પછાત વર્ગ સમુદાય પર મજબૂત પકડ ધરાવનાર નેતા છે.

Whatsapp Join Banner Guj