PM modi Gorakhpur AIIMS innogration

Gorakhpur AIIMS: PM મોદીએ ગોરખપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન

Gorakhpur AIIMS: ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી.

ગોરખપુર, ૦૭ ડિસેમ્બરઃ Gorakhpur AIIMS: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો.

પીએમ મોદીએ આ પ્લાન્ટનું ભૂમિ પૂજન 22 જુલાઈ 2016ના રોજ કર્યું હતું. 30 વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. લગભગ 8600 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

ગોરખપુરના ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં દર વર્ષે 12.7 લાખ મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થશે. ખેડૂતોના જીવનમાં ખુશહાલી આવશે. ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થવાથી લગભગ વીસ હજાર લોકોને રોજગારી મળશે.

જ્યારે 1011 કરોડના ખર્ચે બનનારી એમ્સથી પૂર્વ ઉત્તર પ્રદેશની સાથે સાથે બિહાર, ઝારખંડ, અને નેપાળ સુધીની મોટી વસ્તીને વિશ્વ સ્તરની મેડિકલ સુવિધાઓનો લાભ મળશે. ગોરખપુરમાં જ વાયરસ સંબંધિત બીમારીઓની તપાસ અને રિસર્ચ થઈ શકે તે માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે આરએમઆરસી તૈયાર કરાઈ છે. આ હાઈટેક લેબ મોટા શહેરો પર નિર્ભરતાને ઓછી કરશે. 

આ પણ વાંચો…Celebrating the 202nd anniversary of the Vachnamrit: કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.

Whatsapp Join Banner Guj