Sanand case

Sanand triple murder case: સાણંદ ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફટકારી ફાંસી ની સજા

Sanand triple murder case: સગર્ભા બહેન-બનેવીને છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટે ફટકારી ફાંસી ની સજા

અમદાવાદ, ૧૫ માર્ચ: Sanand triple murder case: વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં (Sanand triple murder case) અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી.

બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.

sanand case judgement

સાણંદમાં વિશાલ પરમાર (ઉં.વર્ષ આશરે 28, મુળ રહે-છારોડી, તા. સાણંદ)અને છારોડીમાં જ તેના મામાને ત્યાં રહેતી તરુણા ચાવડા (ઉ.વર્ષ આશરે 24, મૂળ રહે-કોઈન્નીયા, તા-દેત્રોજ) બન્નેને આંખ મળી જતા પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સાણંદ એસ.ટી. સ્ટેન્ડ સામે ભાડે મકાન રાખી રહેતા હતા.

દરમિયાન 26-9-2018નાં રોજ તરુણા ચાવડાનો ભાઈ હાર્દિક ચાવડા માથે ખુન સવાર કરી ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં દરવાજો ખોલતા જ પ્રથમ તો તેની બહેનને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી. તે જોઈને બહેનનો પતિ ગભરાઈને નાસી બાજુવાળાને ત્યાં જતો રહ્યો હતો. તો બાજુવાળાનાં ઘરે જઈને તેના પતિને પણ છરીનાં ઘા ઝીંકી તેની પણ કરપીણ હત્યા કરી ત્યાંથી નાસી છુટ્યો હતો.

આ પણ વાંચો: Free LPG cylinder: આ રાજ્ય સરકાર હોળી પર આપશે જનતા ને બમ્પર ભેંટ; લોકોને મળશે ફ્રીમાં LPG સિલિન્ડર

કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીએ આચરેલ કૃત્ય અતિ ગંભીર છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. ચાર માસની ગર્ભવતી બહેનની હત્યા કર્યા બાદ બનેવી પોતાનો જીવ બચાવવા માટે પડોશીના ઘરમાં ઘુસી હતી ત્યા જઈને આરોપીએ તેની ક્રુરતા પુર્વક હત્યા કરી હતી. આરોપી સામે ગુનો પુરવાર થયો છે. ત્યારે આવા ઓનર કિલીંગની ઘટનાને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવી ન્યાયહિતમાં જરૂરી છે. તેમ કોર્ટે જણાવ્યું છે.

Gujarati banner 01