New lpg connection of indane

Free LPG cylinder: આ રાજ્ય સરકાર હોળી પર આપશે જનતા ને બમ્પર ભેંટ; લોકોને મળશે ફ્રીમાં LPG સિલિન્ડર

Free LPG cylinder: ઉત્તર પ્રદેશ સરકારના હોળી પર મફત ગેસ સિલિન્ડર આપવાનો વિચાર કરી રહી છે. હાલમાં રાજ્યમાં ઉજ્જવલા યોજનાના 1.65 કરોડ લાભાર્થીઓ છે.

લખનૌ, 15 માર્ચ: Free LPG cylinder: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના ચૂંટણી વચનો પૂરા કરવાનો પણ સમય આવી ગયો છે. સરકાર સામે સૌથી મોટો પડકાર ઉજ્જવલા યોજના હેઠળ પહેલા મફત ગેસ સિલિન્ડર આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર હોળી પર રાજ્યના લોકોને ભેટ આપી શકે છે.

સરકાર પર પહેલો મફત ગેસ સિલિન્ડર આપવાની તૈયારી કરી રહી છે. આ માટે ફૂડ એન્ડ લોજિસ્ટિક્સ વિભાગે સરકારને પ્રસ્તાવ પણ મોકલ્યો છે. હાલમાં રાજ્યમાં ઉજ્જવલા યોજનાના 1.65 કરોડ લાભાર્થીઓ છે. આવી સ્થિતિમાં આ વચન પૂરું કરવા માટે સરકાર પર 3000 કરોડનો બોજ આવશે.

Free LPG cylinder, Uttar pradesh

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં હોળી અને દિવાળી પર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો..World Consumer Day: અંબાજી માં વિશ્વ ગ્રાહક દિવસે વિદ્યાર્થીઓ ને ગ્રાહક ના અધિકારો અંગે જાણકારી આપવા આવી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.