Sanetizer city 5

જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કામગીરી કરાઈ

Sanetizer city 3

મોડી રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારો ને ફોગિંગ મશીન દ્વારા ફરીથી સેનીટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે, અને દરરોજ અનેક લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો ને ફરીથી શેનીટાઈઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના પ્રારંભે ગઈકાલે રાત્રે પ્રથમ દિવસે શહેરના જુદા જુદા ૮ મુખ્ય માર્ગો પર સેનીટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને આ પ્રક્રિયાઓ અવિરત ચાલુ રખાશે તેવું કમીશ્નર સતીષ પટેલ એ સાંજસમાચાર સાથે ની વાતચીત માં જણાવ્યું હતું

જામનગર મહાનગરપાલિકા ના મ્યુનિ.કમિશનર સતીશ પટેલ માર્ગદર્શન હેઠળ સોલિડવેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા તેમજ ફોગિંગ મશીન સાથેની ચાર કર્મચારીઓ ની ટુકડી એ ગતરાત્રીના શહેરના કેટલાક વિસ્તારોમાં સેનીટાઇઝ કરવા માટે નું કાર્ય શરૂ કર્યું હતું.


ફોગીંગ મશીન આઠ હજાર લીટર પાણી અને ૪૦૦ લીટર દવા ના મિશ્રણ સાથે શહેરના ડી.કે.વી. કોલેજ રોડ પરથી સેનીટાઇઝર ની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાંથી ગુરુ દત્તાત્રેય મંદિર રોડ, વિરલ બાગ, સેક્શન રોડ તરફ જતો માર્ગ, પારસ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વર નગર, હિંમતનગર કોલોની મેઇન રોડ, સહિતના અલગ-અલગ આઠ માર્ગો ઉપર સતત ચાર કલાક સુધી ફોગીંગ કરવામાં આવ્યું હતું.અને સેનીટાઇઝર સાથેના પ્રવાહીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરના બાકીના અન્ય વિસ્તારોમાં આ પ્રક્રિયાઓ અવિરત ચાલુ રખાશે.

loading…


છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ હોવાના કારણે આ પ્રક્રિયાઓ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે વાદળો હટ્યા છે, અને વાતાવરણ ખુલ્લુ બન્યું છે. જેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.