Sanjay Pandya Arrested

Sanjay Pandya Arrested: નકલી કચેરી કૌભાંડમાં અમદાવાદથી સંજય પંડ્યાની ધરપકડ, સ્કેમની રકમ કરોડોમાં પહોંચી

Sanjay Pandya Arrested: પોલીસ તપાસના અંતે 18.59 કરોડનું નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર પહોંચી ગયુ છે

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ Sanjay Pandya Arrested: દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બેને વોન્ટેડ બતાવ્યા હતા. જો કે પોલીસ તપાસના અંતે 18.59 કરોડનું નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર પહોંચી ગયું છે. 

આ પણ વાંચોઃ Airtel Users enjoy this OTT Platform: એરટેલના 37 કરોડથી વધુ યુઝર્સને લાભા-લાભ, માત્ર 148 રૂપિયામાં આટલા OTT પ્લેટફોર્મ જોઇ શકાશે- જાણો ઓફર વિશે

પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ એએસપીની ટીમે ધરપકડ કરી પૂછપરછ માટે દાહોદ લાવી હતી. સંજય પંડયાની ધરપકડ અંગેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખીનીય છે કે, દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત્ત આઈએએસ અધિકારી બીડી નિનામા, કાર્યપાલક ઈજનેર ઈશ્વરસિંહ કોલચા, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા, પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ તથા કૌભાંડ આચરનાર ભેજાબાજો સહિત અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે.