BL06 ECON SAURABH 2841251f

રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક : રાજ્ય ઊર્જામંત્રી saurabh patel

અહેવાલઃ દિલીપ ગજ્જર

ગાંધીનગર, 04 જૂનઃsaurabh patel: ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે(saurabh patel) જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓને વિદ્યૃત સહાયક જૂનિયર આસિસટન્ટ અને વિદ્યૃત સહાયક જૂનિયર તરીકે નિમણૂક આપી દેવાઈ છે.

saurabh patel


મંત્રી પટેલે(saurabh patel) ઉમેર્યું કે, યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડીસેમ્બર-૨૦૨૦ અને જાન્યુઆરી-૨૦૨૧માં ઓન લાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પરિણામ તા. ૦૯/૦૩/૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ જેના આધારે આ નિમણૂકો આપવામાં આવી છે.

saurabh patel


અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં ૬૯૧, યુજીવીસીએલમાં ૫૨૭, પીજીવીસીએલમાં ૮૩૯, એમજીવીસીએલમાં ૨૪૦ અને જીસેકમાં ૬૮ મળી કુલ ૨૩૬૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઈજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં ૧૩૧, યુજીવીસીએલમાં ૩૭, અને જીસેકમાં ૧૦૭ મળી કુલ ૨૭૫ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.

આ પણ વાંચો…

5G નેટવર્કને લઇ કરેલો કેસ ભારે પડ્યો, અભિનેત્રી(juhi chawla)ને, કોર્ટે અરજી તો ફગાવી સાથે આટલા લાખનો દંડ પણ ફટકાર્યો..!