thumb

5G નેટવર્કને લઇ કરેલો કેસ ભારે પડ્યો, અભિનેત્રી(juhi chawla)ને, કોર્ટે અરજી તો ફગાવી સાથે આટલા લાખનો દંડ પણ ફટકાર્યો..!

બોલિવુડ ડેસ્ક, 04 મેઃ અભિનેત્રી જૂહી ચાવલા(juhi chawla) પર 20 લાખનો દંડનો મસમોટો દંડ લગાવતા દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે 5G રોલ આઉટ વિરુદ્ધ તેની અરજી ફગાવી દીધી હતી. અહીં કોર્ટે જૂહી ચાવલા(juhi chawla)ને એક મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ હતું કે, અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કર્યો છે. એવુ લાગે છે કે, આ અરજી ફક્ત પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી છે. એટલા માટે તેની લિંક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ જીઆર મિધાની એકલ ખંડપીઠે આદેશમાં કહ્યુ હતું કે, અહીં તકલીફ આપતા આરોપ લગાવ્યા હતા.

Whatsapp Join Banner Guj

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ગીત ગાતા શખ્સ સહિત એ તમામ લોકોને અવમાનનાની નોટિસ ફટકારી જેમણે ગેરકાયદેસર રીતે સુનાવણીમાં ભાગ લીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કોર્ટની સુનાવણીમાં અડચણ ઉભી કરવા આવા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવા પોલીસને આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતું કે, અરજીકર્તાએ પુરી ફી પણ નથી ભરી, જે દોઢ લાખથી વધારે થાય છે.

હવે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલા(juhi chawla)એ સોમવારે દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહીએ અરજીમાં દાવો કર્યો છે કે 5 જી વાયરલેસ નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ અને જીવો પર કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે. જસ્ટિસ સી. હરિ શંકરે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા છે. તેમણે આ મામલો બીજી બેંચ સમક્ષ સ્થાનાંતરિત કરતી વખતે આગામી સુનાવણી માટે 2 જૂનની તારીખ નક્કી કરી કરી દીધી છે.

ADVT Dental Titanium

ફિલ્મ અભિનેત્રી(juhi chawla) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ટેલીકોમ ઉદ્યોગની 5 જી માટેની યોજના સફળ થાય છે, તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં 24 કલાક અને વર્ષનાં 365 દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું છે.પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે 5 જી જ્યાં લોકો પર ગંભીર અસર કરશે, ત્યાં જ પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. અભિનેત્રી(juhi chawla) વતી એડવોકેટ દીપક ખોસલાએ અરજીમાં કહ્યું છે કે સક્ષમ ઉચ્ચ અમલદારો / અધિકારીઓને તે પ્રમાણિત કરવાનાં નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે, કે 5 જી ટેકનોલોજી લોકો, બાળકો, પ્રાણીઓ અને દરેક પ્રકારના પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ માટે સલામત છે.

આ પણ વાંચો…..

PM મોદીએ અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ(kamala harris) સાથે કરી ફોન પર વાત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ- વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ