School van accident in Surat

School van accident in Surat: સુરતમાં મોટો અકસ્માત, સ્કૂલવાનને એટલી જોરદાર ટક્કર મારી કે 10 ફૂટ ઢસડાઈ પલટી ગઈ

School van accident in Surat: એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે

સુરત, 13 સપ્ટેમ્બરઃSchool van accident in Surat: રોડ અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યાં છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે. તેવી જ એક ઘટના બની છે. સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. સ્કૂલવાનમાં સ્કૂલ જતા સમયે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાંથી દેખાઈ રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડતા એ પલટી મારી ગઈ હતી.

શાળામાં જતા સમયે થયો અકસ્માતપીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવારે શાળાએ પહોંચે એ પહેલાં અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત નડ્યો હતો. સ્કૂલવાન ચાઇના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ય એક કાર દ્વારા એને ધડાકાભેર ટક્કર મારતાંની સાથે જ સ્કૂલવાન પલટી ગઈ હતી.

આ પણ વાંચોઃ Extension of special train trips: પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી સ્પેશ્યિલ ટ્રેનોની ટ્રિપ્સનું વિસ્તરણ

આ પણ વાંચોઃ Science convention: કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહયોગ તંત્ર મજબૂત કરવા માટે તેના પ્રકારનં પ્રથમ ‘વિજ્ઞાન સંમેલન’ અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયુ

Gujarati banner 01