Ban on gutka tobacco

Ban on gutka tobacco extended: રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

Ban on gutka tobacco extended: ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Ban on gutka tobacco extended: રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.

આ પણ વાંચોઃ Science convention: કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહયોગ તંત્ર મજબૂત કરવા માટે તેના પ્રકારનં પ્રથમ ‘વિજ્ઞાન સંમેલન’ અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયુ

ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ Vedanta Group MOU with gujarat gov: આજે વેદાંતા ગ્રૂપ ગુજરાતમાં 1.60 લાખ કરોડનું રોકાણ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MoU કર્યાં

Gujarati banner 01