Shalini Agrawal website Launch 2

SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું

Shalini Agrawal website Launch 2
  • વડોદરામાં કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું
  • યુનાઈટેડ નેશન દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો સાકાર કરવા SDG વીકની ઉજવણી કરવામાં આવી રહી છે

વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરાના યુવાનો દ્વારા યુનાઈટેડ નેશન દ્વારા આપવામાં આવેલ ( SDG – ૨૦૩૦ ) એટલે કે નિરંતર વિકાસના ધ્યેયો કે જે લક્ષ્યાંક ૨૦૩૦ માં દરેક દેશોએ હાંસલ કરવાનો છે જે માનવ વિકાસ સૂચકાંક તથા દેશની પ્રગતિ અને વિકાસનું માપદંડ છે તેને આધારીત ભારત સરકારના નીતી આયોગની માર્ગદર્શિકા મુજબ SDG ને ૧૦૦ ટકા હાંસલ કરવા વડોદરાના યુવાનોએ SDG બ્રિગેડ ઈન્ડિયાની રચના કરી છે.
હાલમાં યુનાઈટેડ નેશન દ્વારા SDG Week ની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત તા. ૨૭/૦૯/૨૦૨૦ સુધી વિવિધ પ્રવૃતિઓનું આયોજન SDG બ્રિગેડ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે SDG ક્વિઝ , SDG MUN , SDG પોસ્ટર , SDG વેબિનાર વિગેરેનો સમાવેશ થાય છે .

Shalini Agrawal website Launch

આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી દ્વારા SDG બ્રિગેડ ઈન્ડિયા વેબસાઇટ ( sdgbindia.org ) નું કલેકટર કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.આ વેબસાઇટમાં SDG ને લગતી તમામ માહિતી તેમજ વિવિધ રચનાત્મક પ્રવૃતિઓનું આગામી આયોજન થનાર છે . યુવાઓને તાલીમ આપી સામૂહિક વિકાસમાં સહભાગી થવા માટેનો આ એક અનોખો પ્રયાસ છે .

Shalini Agrawal website Launch 3 edited

આ સમગ્ર પ્રોજેકટમાં યુવાનોને પ્રોત્સાહિત કરનાર અને સંકલનકાર એવા જિલ્લા આર્યુવેદ અધિકારી ડૉ . સુધીર જોશીએ સ્વવિકાસ તથા રાષ્ટ્ર વિકાસ તેમજ શ્રેષ્ઠ ભારતથી સર્વશ્રેષ્ઠ ભારત તરફ સમગ્ર દેશના યુવાઓને આ સંકલ્પ સાથે જોડાવા અનુરોધ કર્યો છે.
આ સમગ્ર પ્રોજેકટમાં મુખ્ય કામગીરી કરનાર ભૌતિક વામઝા , દેવયાની પરીખ , કુતિ ટાટરીયા , મંથન જયસ્વાલ તેમજ વેબસાઇટ ડીઝાઇન કરનાર જતીન પટેલ , અર્પણ પટેલ અને લકી વિશ્વકર્મા તથા તમામ યુવાનોએ પ્રશંસનીય કામગીરી કરી છે . કલેક્ટર તથા ડીડીઓ એ વડોદરાના યુવાનોને આ પ્રોજેકટ દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન આપવાથી દેશનો નિરંતર વિકાસ ઝડપી બનશે તેવી આશા વ્યક્ત કરી છે

loading…