fest 1

Second season of Brand Fest: બ્રાન્ડ ક્લબના ઉપક્રમે બ્રાન્ડ ફેસ્ટની બીજી સિઝનનું આયોજન

Second season of Brand Fest: અગ્રણી એડવર્ટાઈઝીંગ અને માર્કેટીંગ કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સ વર્ચ્યુઅલ બ્રાન્ડ ફેસ્ટને તા.19 અને 20 ફેબ્રુઆરીના રોજ સંબોધન કરશે

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: Second season of Brand Fest: એડવર્ટાઈઝીંગ અને માર્કેટીંગ કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની સંસ્થા બ્રાન્ડ ક્લબના ઉપક્રમે બ્રાન્ડ ફેસ્ટીવલનું બીજી સિઝનનું આયોજન કરાયું છે, જેમાં ક્વિઝ અને મનોરંજન કાર્યક્રમો તા.19 અને 20 ફેબ્રુઆરીના રોજ યોજાશે. બ્રાન્ડ ક્લબે ધ ઈન્ડસ એન્ટરપ્રિનિયર્સ (TiE) ના સહયોગથી યોજેલા બ્રાન્ડ ફેસ્ટમાં 6 પાવરપેક સેશનનું આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, બિઝનેસ એન્ડ બ્રાન્ડ ક્વિઝ તથા મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ નાઈજીરિયા અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિનિયોર્શિપ,  ડેફોડીલ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી બાંગ્લાદેશે આ સમારંભને સહયોગ આપ્યો છે. બ્રાન્ડ ફેસ્ટની વિવિધ સેશનને ઉદ્યોગ જગતના જે અગ્રણીઓ સંબોધન કરનાર છે તેમાં લેખક અને કોર્પોરેટ એડવાઈઝર- આર. ગોપાલકૃષ્ણન, અમૂલના સીઓઓ અને ઈનચાર્જ એમડી- જયેન મહેતા, મેડીસનના ડીજીટલ પ્લાનીંગ વિભાગના હેડ- ચિંતન સોની, રાજીવ ચુડાસમા, માર્ચીંગ એન્ટસ (બોલિવુડના પોસ્ટર બોય) માઈક મુરલી,  કેપજેમીનીના ડિરેક્ટર અને ચીફ ફન ઓફિસર તથા વૂટએવોડ ખાતે એસવીપી અને બિઝનેસ હેડ-ચનપ્રીત અરોરાનો સમાવેશ થાય છે. 

The school and hospital closed: ગુજરાત હાઇકોર્ટે 71 હોસ્પિટલોમાં ઓપરેશન અને 229 શાળાઓમાં શિક્ષણકાર્ય પર મૂક્યો પ્રતિબંધ, વાંચો શું છે મામલો ?

બ્રાન્ડ ક્લબ ગુજરાતના સ્થાપક સભ્ય સંજય ચક્રવર્તી જણાવે છે કે પ્રથમ બ્રાન્ડ ફેસ્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. તેનાથી પ્રોત્સાહિત થઈને અમે બીજી સિઝનનું આયોજન કર્યું છે, જેમાં આ ઉદ્યોગના પીઢ અને અનુભવી અગ્રણીઓને આમંત્રણ અપાયું હોવાથી  આંત્રપ્રિનિયોર્સની માર્કેટીંગ અને એડવર્ટાઈઝીંગ તથા કોમ્યુનિકેશન ફેટર્નીટીના જ્ઞાનમાં વૃધ્ધિ કરનારૂં બની રહેશે.

ગુજરાત બ્રાન્ડઝ અને બ્રાન્ડ ફેસ્ટના આઈડીયાની ભૂમિ છે અને તેમાં આઈડીયાઝનું સેલિબ્રેશન કરાશે. બ્રાન્ડ ફેસ્ટ સિઝન-2 એક વર્ચ્યુઅલ ઈવેન્ટ છે,  કે જેનો ઉદ્દેશ દેશ-વિદેશના વ્યાપક સમુદાય સુધી પહોંચીને માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને કોમ્યુનિકેશન ફ્રેટરનીટી (સમુદાય)ની વ્યાપક સામેલગિરી હાંસલ કરવાનું છે. આ બ્રાન્ડ ફેસ્ટમાં ભાગ લેનાર સમુદાયમાં આંત્રપ્રિનિયોર્સ, શિક્ષણ જગતના અગ્રણીઓ, બ્રાન્ડ ઓનર્સ, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ અને પ્લાનર્સ, ક્રિએટીવ એજન્સીઓ, પીઆર એજન્સીઓ, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ તથા અન્યનો સમાવેશ થાય છે. બ્રાન્ડ ક્લબ દેશની 15 થી વધુ બિઝનેસ સ્કૂલ્સ અને યુનિવર્સિટીઓના 2000થી વધુ યુવા સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.

Register now on..https://docs.google.com/forms/d/e/1FAIpQLScVZ4P78iqAcB_N_tgWiW3kW2cTBA2Xj_QucI-SrVH3z-q34g/viewform

Gujarati banner 01