Covid Global action meeting: અમેરિકાની યજમાનીમાં આયોજિત થયેલી કોવિડ-19 ગ્લોબલ એક્શન મીટિંગમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ લીધો હિસ્સો

Covid Global action meeting: શ્રૃંગલાએ કહ્યું- ભારતે મહામારીને રોકવા માટે અસરકારક રીતે કામ કર્યું છે

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: Covid Global action meeting: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સોમવારે અમેરિકાની યજમાનીમાં આયોજિત કોવિડ-19 ગ્લોબલ એક્શન મીટિંગમાં હિસ્સો લીધો. આ દરમિયાન વિદેશ સચિવે કહ્યું, ‘ભારતે મહામારીને રોકવા માટે અસરકારક રીતે કામ કર્યું છે. જીવન અને આવક બંનેની સુરક્ષા કરીને ભારતે વડાપ્રધાન મોદીના ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ના દ્રષ્ટિકોણને અનુરૂપ વૈશ્વિક સ્વાસ્થ્ય લાભની દિશામાં સક્રિય ભૂમિકા નિભાવી છે.’

આ મીટિંગ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આયોજિત કરી હતી, જેનો ઉદ્દેશ મહામારીની સામેની પ્રતિક્રિયા પર વૈશ્વિક કાર્યવાહીનો સમન્વય કરવાનો હતો. ખાસ કરીને વેક્સિનેશન, સપ્લાય ચેઇનને ફ્લેક્સિબલ બનાવવી, માહિતીના પ્રચાર-પ્રસાર પર ધ્યાન આપવું, સ્વાસ્થ્યકર્મીઓને સહયોગ આપવો, નોન-વેક્સિન હસ્તક્ષેપને સુનિશ્ચિત કરવો અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષાનું માળખું મજબૂત બનાવવું, વગેરે જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલી કાર્યવાહી.

મીટિંગમાં વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું, ‘અમે 1.7 બિલિયનથી વધુ ડોઝ આપ્યા છે, જેમાં અમારી પુખ્ત વસ્તીના 70% લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. અમારા ડિજિટલ સર્ટિફિકેશન પ્લેટફોર્મ કોવિને પ્રતિદિન 25 મિલિયન રસીકરણના અમારા પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અમે કોવિનને એક ઓપન સોર્સ ડિજિટલ પબ્લિક ગુડના સ્વરૂપમાં પ્રસ્તુત કર્યું છે અને ડબલ્યુએચઓ (WHO)ની સી-ટેપ પહેલના માધ્યમથી વૈશ્વિક સ્તર પર કોવિન પ્લેટફોર્મને શેર કરવા માટે અમે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે WHO સાથે વાતચીત કરી રહ્યા છીએ.’

Jamalpur petrol pump fire: અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ; જુઓ વિડિયો

વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું, ‘અમારી ફાર્મા ઇન્ડસ્ટ્રીએ મહામારીની તીવ્રતા દરમિયાન રસીકરણ તેમજ સારવાર અને નિદાન માટે વૈશ્વિક સપ્લાય ચેઇનને સ્થિર કરવામાં મદદ કરી છે અને ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.’ તેમણે જણાવ્યું કે, WHO દ્વારા મંજૂર થયેલ ચાર રસીઓ (કોવેક્સિન, કોવીશીલ્ડ, કોવેક્સ અને જેનસન) અને ત્રણ અન્ય (કોર્બેવેક્સ, ઝીકોવ-ડી અને જેનોવા) રસીઓની મંજૂરી માટે ભારતમાં તેમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારત પાસે 2022માં 5 અબજ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.

સ્થાનિક ક્ષમતાઓ ઉપરાંત વિદેશ સચિવ શ્રૃંગલાએ એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું કે ભારત કોવિડ-19 મહામારીને પહોંચી વળવાના વૈશ્વિક પ્રયાસોમાં, ખાસ કરીને રસીકરણના સંદર્ભમાં કેવી રીતે યોગદાન આપવા માંગે છે. હાલ ભારત ટ્રિપ્સ છૂટના કાર્યાન્વયન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેને ક્ષેત્રીય બજારોમાં સ્થાનીય વિનિર્માણમાં વિવિધતા લાવવા માટે દક્ષિણ આફ્રિકાની સાથે ભારતે સહ-પ્રાયોજિત કર્યું છે. આ ઉપરાંત, ભારત પહેલેથી જ 97 દેશોમાં 162 મિલિયનથી વધુ રસીઓના ડોઝ સપ્લાય કરી ચૂક્યું છે અને 2022માં ઇન્ડિયા-પેસિફિક રિજનમાં એક અબજથી વધુ ડોઝ પહોંચાડવાનું લક્ષ્ય છે.

જ્ઞાનની વહેંચણી અંગે ભારતની પ્રતિબદ્ધતાની વાત જણાવતા વિદેશ સચિવ શ્રૃંગલાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે ભારતે 60થી વધુ દેશો માટે 17 ટ્રેનિંગ મોડ્યુલ આયોજિત કર્યા છે, જે કોવિડ મેનેજમેન્ટના સંપૂર્ણ સ્પેક્ટ્રમ પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું કે જ્ઞાનની વહેંચણી માટે ‘પાડોશી પ્રથમ’ની નીતિ જાળવી રાખીને, ભારત દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં જીનોમિક સિક્વન્સિંગ અને દેખરેખ માટે ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્કને વિસ્તૃત કરવા માટે પણ કામ કરી રહ્યું છે.

મીટિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘ભારત વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રો અને વિસ્તારોમાં ફેલાયેલી એક મોટી વસ્તીના પરીક્ષણ, સારવાર અને રસીકરણના પોતાના અનુભવોને આગામી સમયમાં શેર કરશે, જેથી એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ માટે એક કસ્ટમાઈઝ્ડ અને ટેક્નિકલ ટ્રેનિંગ કાર્યક્રમો તૈયાર કરી શકાય, જે ક્વૉડ વેક્સિન પાર્ટનરશીપ હેછળ ભારતના કામને પૂર્ણ કરશે.’

વૈશ્વિક મહામારીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. આ માટે ભારત વિકાસશીલ અને અવિકસિત અર્થવ્યવસ્થાઓની સહાયતા કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત, વર્ચ્યુઅલ ગ્લોબલ એક્શન મીટિંગ વૈશ્વિક સમુદાય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે.

Gujarati banner 01