Deep sidhu death

Deep sidhu death: લાલ કિલ્લો હિંસા કેસના આરોપી દીપ સિદ્ધુનું મૃત્યુ

Deep sidhu death: અકસ્માત બાદ દીપ સિદ્ધુનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: Deep sidhu death: પંજાબી અભિનેતા અને ખેડૂતોના આંદોલન દરમિયાન લાલ કિલ્લાના રમખાણોના મુખ્ય આરોપીઓમાંના એક દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ માર્ગ અકસ્માત સોનીપત જિલ્લાના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર મંગળવારે સાંજે 8.30 કલાકે થયો હતો. અકસ્માત બાદ દીપ સિદ્ધુનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. દીપ સિદ્ધુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનીપતની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ દીપ સિદ્ધુ પોતાની સ્કોર્પિયો કારમાં દિલ્હીથી પંજાબ આવી રહ્યો હતો. જોકે, સિંઘુ બોર્ડરથી થોડે આગળ તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કારમાં દીપ સિદ્ધુની સાથે તેની મંગેતર રીના રાય પણ હતી. રીના રાય હાલમાં ખારઘોડા હોસ્પિટલમાં દાખલ છે. રીના રાય પણ પંજાબી અભિનેત્રી છે. તેણે દીપ સિદ્ધુ સાથે ‘રંગ પંજાબ’ અને ‘દેશી’ ફિલ્મોમાં કામ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપ સિદ્ધુ પોતે કાર ચલાવી રહ્યા હતા.

આ પણ વાંચો: Big boss OTT winner Divya agrawal: દિવ્યા અગ્રવાલ મોનોકીની માં બતાવી તેની ગ્લેમરસ અદાઓ; જુઓ ફોટોગ્રાફ્સ

લાલ કિલ્લા પર થયેલા રમખાણોમાં દીપ સિદ્ધુ મુખ્ય આરોપી હતો

જણાવી દઈએ કે દીપ સિદ્ધુ 26 જાન્યુઆરી 2021ના રોજ ખેડૂતોના આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર થયેલા રમખાણોના મુખ્ય આરોપીઓમાંનો એક છે. આ કેસમાં દિલ્હી પોલીસે ગયા વર્ષે 9 ફેબ્રુઆરીએ દીપ સિદ્ધુની પણ ધરપકડ કરી હતી. જોકે બાદમાં 16 એપ્રિલે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

પંજાબના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા દીપ સિદ્ધુના દુર્ભાગ્યપૂર્ણ નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો સાથે છે.

Gujarati banner 01