468fea1ff1769e495305a30b3372d110ae856f3079de77f9bbf0af366dc835bd

ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સિન માટેનો કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ..!

468fea1ff1769e495305a30b3372d110ae856f3079de77f9bbf0af366dc835bd

અમદાવાદ,09 ડિસેમ્બરઃ વિશ્વના મોટા દેશોમાં કોરોના વાયરસ વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશમાં વધતી જતી કોરોનાના કેસની સંખ્યાના કારણે ભારતીયોને વેક્સિન મળી રહે, તેમાટે સરકાર કાર્ય કરી રહી છે. તે સાથે જ વેક્સિનની ચકાસણી ચાલી જ રહી છે. મહત્વની વાત એ છે કે વેક્સિનના સ્ટોરેજ માટે તેની જરૂરી કોલ્ડ ચેન સહિત દરેક નાની-મોટી બાબત પર પ્રધાનમંત્રી કાર્યાલયની સીધી નજર છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ કંપની ભારતમાં કોરોના વેક્સિનની સ્ટોરીજ માટે કોલ્ડ ચેઈન ફેસેલિટીનું નિર્માણ કરશે.

આ વિશે વાત કરતાં, કંપનીના સીઇઓ એલ પ્રોવોસ્ટે કહ્યું કે, દેશમાં આગામી વર્ષે માર્ચ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજ સેન્ટર સ્થાપિત કરી લેવાશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કંપનીના CEO હાલ ભારતની મુલાકાતે છે. વધુમાં તેઓએ કહ્યું કે, લક્ઝમબર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીની સુવિધા માટે ટેકનોલોજી સ્થળાંતર કરવા માટે આ મુલાકાત કરવામાં આવી છે. ગુજરાત એ રાજ્યોમાંથી એક છે, જ્યાં અમે તેનો પ્લાન્ટ લગાવવાના સાઈટની શોધ કરી રહ્યાં છે. તો કંપનીના ડેપ્યુટી CEO જે.દોશીએ કહ્યું કે, અમે ભારતમાં કોલ્ડ ચેન ફેસેલિટીનું નિર્માણ કરીશું અને અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધી એક સંસ્થા ઉભી કરવાનું છે. તેના માટે તેલંગાના અને મહારાષ્ટ્ર રાજ્ય અમારી સાથે સંપર્કમાં છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની સૂચના બાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રિજનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા છે. જેમાં 20 થી 25 લાખ ડોઝ રાખી શકાય તેવા કોલ્ડસ્ટોરેજ તૈયાર કરાયા છે. આ માટે જિલ્લામાં 53 કોલ્ડસ્ટોરેજ ચેન પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. PHC, CHC, UHC સેન્ટર સુધી ટેમ્પરેચર મેન્ટેન કરી વેક્સિન રાખી શકાશે. કોરોના વેકસિન ટેમ્પરેચર જાળવવા આધુનિક નેટવર્ક પણ તૈયાર કરાયું છે. ઈલેક્ટ્રોનિક્સ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (EVIN) દ્વારા વેક્સિનના ટેમ્પરેચર પર નજર રાખશે. ફ્રીઝરમાં જો ટેમ્પરેચર વધુ-ઓછું થશે તો તરત જ વેક્સિન ઓફિસરને ઓટોમેટિક મેસેજ જનરેટ થઈને તેમના મોબાઇલ પર માહિતી મળશે. રાજ્યના તમામ વેક્સિન ઓફિસરના મોબાઇલ EVIN થી જોડવામાં આવ્યા છે.