Shiv mandir

મહા શિવરાત્રી વિશેષ: જાણો,ગુજરાતના બાવકા અને હાંફેશ્વર (Shiv mandir)ના શિવાલયો વિશે ખાસ વાત..

shiv mandir

મહા શિવરાત્રી વિશેષ: ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે શિવ સુરક્ષા ચોકીઓ જેવા બાવકા અને હાંફેશ્વર ના (Shiv mandir) શિવાલયો…

દાહોદ નજીક બાવકાનું શિવ મંદિર (Shiv mandir) રાષ્ટ્રીય અગત્યતા ધરાવતું સ્મારક છે જે ગુજરાતના ખજુરાહો તરીકે જાણીતું છે…

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૦ માર્ચ:
છોટાઉદેપુર જિલ્લાના છેવાડા ના ગામ પાધર માં આવેલું હાંફેશ્વર શિવાલય (Shiv mandir) ઋષિ કલ્હન્સ ના તપ થી સાંપડેલું શીવધામ છે. અતિ પવિત્ર શિવ મહિમા પર્વ ગણાતી મહા શિવરાત્રી છે ત્યારે ગુજરાત ના બે શિવ તીર્થો નો પરિચય મેળવવા જેવો છે. ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા આ તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદ થી સાવ અડીને આવેલું બાવકા નું પ્રાચીન શિવ મંદિર છે તો બીજું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથક થી લગભગ 17 કિલોમીટર ના અંતરે,પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે,ઋષિ કલ્હંસ ની તપોભૂમિ નું હાંફેશ્વર શિવ મંદિર છે.

ADVT Dental Titanium

શિલ્પ અને સ્થાપત્ય ની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવ મંદિર (Shiv mandir)રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે અને તેના પત્થરો પર કંડારવામાં આવેલા યુગલ શિલ્પો ને લીધે ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાય છે. આ એક શિવ પંચાયતન પ્રકારનું શિવાલય છે . અવશેષો જોતાં જણાય છે વચ્ચેના મુખ્ય મંદિર ના ચારેય ખૂણે ચાર મંદિર હતાં જે હવે લગભગ નામશેષ થઈ ગયાં છે.

એક શ્રધ્ધા કથા પ્રમાણે ભગવાન કામદેવે આ મંદિર નું નિર્માણ શરૂ કરાવ્યા પછી બાંધકામ અર્ધું છોડી દીધું હતું. ઐતિહાસિક આધારો અનુસાર છેલ્લા ચૌલુકય સમ્રાટ ભીમ દ્વિતીય દ્વારા ઇસ્વીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય (Shiv mandir) બંધાવ્યું હતું જે હવે તત્કાલીન શિલ્પ અને નિર્માણ કુશળતા ની અમૂલ્ય ધરોહર સમાન છે.

shiv mandir

આ મંદિર ની આસપાસ નું પરિદૃશ્ય ચોમાસામાં જ્યારે ઘનઘોર ઘટાઓ છવાઈ જાય ત્યારે ખૂબ મનોહારી બને છે.દૂરથી જોતાં ઊંચી ટેકરી પર ઉભેલું આ શીવધામ, જટાળા જોગી મહાદેવ એમની જટાઓ છોડીને ગંગા અવતરણ ને ઝીલવા ઉન્નત મસ્તકે ઊભા હોય એવો અહેસાસ થાય છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અહી જે કંઈ બચ્યું છે એને સાચવવા અને સંવર્ધિત કરવા કાર્યરત છે.પ્રાંગણમાં ઠેર ઠેર શિલ્પમંડિત પત્થર શિલાઓ વેરવિખેર જોવા મળે છે. દાહોદ જિલ્લા પ્રશાસને હાલમાં આ મંદિરની બાજુમાં વન ઉછેરીને તેને વધુ હરિત રમણીયતા આપવાનો પ્રયાસ આદર્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ની વાત કરીએ તો આ જગ્યા ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ની સરહદો નો ત્રિભેટો છે.

માં નર્મદાને સરદાર સરોવર રૂપે લહેરાવા અને કચ્છ – રાજસ્થાન સુધી ટહેલવાની સગવડ કરી આપવા જાણે કે(Shiv mandir) શિવ પિતાએ જગ્યા છોડીને ખસી જવાનું સ્વીકાર્યું હોય તેમ મૂળ પ્રાચીન મંદિર હાલ ડુબાણમાં ગયું છે.લોક કલ્યાણ માટે ભગવાન સ્થળાંતરીત થયાં હોય એવી આ ઘટના છે. હાલ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા નજીકના પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે જ્યાં કલ્હન્સ ઋષિના આરાધ્ય હંસેશ્વર દાદા બિરાજમાન થયાં છે.

Whatsapp Join Banner Guj

યાદ રહે કે આ વિસ્તાર એ ઋષિ ની તપોભૂમિ છે અને ભીમ પત્ની હિડિંબા ના વન તરીકે લોક વાયકા ઓ માં જાણીતી છે.અમર અશ્વત્થામા આ વિસ્તારમાં હજુ વિચરણ કરે છે તેવી શ્રધ્ધા છે.અહી રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. હંસેશ્વર નું લોકબોલી માં હાંફેશ્વર અપભ્રંશ થયું.બીજો મત એ પણ છે કે જ્યારે રસ્તાની સુવિધા ન હતી ત્યારે આ દુર્ગમ સ્થળે પહોંચતા હાંફ ચઢી જતો એટલે આવું નામ પડ્યું.

આ જગ્યાએ આદિવાસી સમુદાયની ઉદ્યોગ સાહસિકતા નો ઉજ્જવળ પુરાવો જોવા મળે છે.સરદાર સરોવર ની અગાધ જળરાશી ને લીધે ઉપરવાસ ના ગામોની રસ્તા માર્ગે સંપર્ક કડી તૂટી ગઈ ત્યારે એને ફરીથી જોડવા સાહસિક આદિવાસી યુવાનો એ સાદી અને યાંત્રિક હોડીઓ વસાવીને જળ માર્ગ શરૂ કર્યો જે આજે યાત્રીઓ ને નૌકા વિહારમાં પણ ઉપયોગી બની રહ્યો છે.ઉપરવાસ ના ગામો માટે તાલુકા મથક કવાંટ નો સોમવાર નો હાટ હજુ પણ પશુધન,જંગલ પેદાશો અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વેપાર વિનિમય નું કેન્દ્ર છે.જ્યાં તેઓ હવે હોડીમાર્ગે હાંફેશ્વર આવીને જમીન માર્ગે આગળ ની સફર કરે છે.

shiv mandir

એક સમયે (Shiv mandir) જૂના મંદિર કડીપાની થી લગભગ ચાલતા જવું પડતું.માત્ર ટ્રકો અને ડંફરો જઈ શકતા.હવે ચોમાસાં સિવાયના મહિનાઓમાં રસ્તા માર્ગે અવર જવર શક્ય બની છે અને એસટી બસ સેવાઓ પણ ચાલે છે.

આ કુદરત ની વચ્ચે આવેલા તીર્થ ધામો,પર્યાવરણ પ્રવાસ ધામો છે.તેમનું અનુસંધાન આપણા ભવ્ય ઐતિહાસિક વારસા સાથે છે.પ્રવાસીઓ અહીં કુદરત ના ખોળે પ્રભુ દર્શન નો આનંદ માણવા આવે,પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય પ્રકારનો કચરો ફેલાવી ગંદગી ના છોડી જાય એ ઇચ્છનીય છે.આવી શિસ્ત ચોક્કસ પણે શિવ પરમાત્મા ને પણ વધુ આનંદ આપશે.

આ પણ વાંચો…મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *