WhatsApp Image 2020 07 07 at 12.55.54 PM

રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ▪કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગરમાં ૯ ઈંચ વરસાદ

Jamnagar rain 5

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત : રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગર, ખંભાળીયા, પડધરી, લાલપુરમાં ૯ ઈંચ વરસાદ


રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એની મહેર યથાવત રાખી છે. રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૩૯૨ મી.મી. એટલે કે ૧૬ ઇંચ જેટલો, જામનગર તાલુકામાં ૨૩૬ મી.મી., ખંભાળિયામાં ૨૩૬ મી.મી., પડધરીમાં ૨૩૫ મી.મી. અને લાલપુરમાં ૨૨૧ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

JAMNAGAR RAIN

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૭મી જુલાઈ-૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં ૨૦૮ મી.મી., જોડીયામાં ૧૯૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં આઠ ઈંચ, ભચાઉમાં ૧૬૯ મી.મી.એટલે કે પાંચ ઈચથી વધુ, ગાંધીધામ તાલુકામાં ૧૧૮ મી.મી., ભાણવડમાં ૧૦૬ મી.મી., રાપરમાં ૧૦૩ મી.મી., કોડીનાર, વઘઈમાં ૧૦૨ મી.મી., ટંકારા, સૂત્રાપાડામાં ૧૦૦ મી.મી., જામજોધપુરમાં ૯૯ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Jamnagar rain 3

આ ઉપરાંત વેરાવળ તાલુકામાં ૮૩ મી.મી., ભુજમાં ૮૨ મી.મી., મુન્દ્રામાં ૮૦ મી.મી., જામકંડોરણામાં ૭૯ મી.મી., માળીયામીયાણામાં ૭૩ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો અને રાણાવાવ તાલુકામાં ૬૯ મી.મી., માણાવદર, માંગરોળમાં ૬૮ મી.મી., ગીરગઢડા, જાફરાબાદમાં ૬૫ મી.મી., હળવદમાં ૫૮ મી.મી., કુતિયાણામાં ૫૭ મી.મી., વલસાડમાં ૫૬ મી.મી., મોરબીમાં ૫૫ મી.મી., નવસારીમાં ૫૪ મી.મી., પલસાણામાં ૫૩ મી.મી., કેશોદ, જલાલપોર, તલાલામાં ૫૧ મી.મી., બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.


રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર