Surat Vitamins 2

સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે

Surat Vitamins 2

કાનુડા સ્વરૂપ બાળ ભૂલકાઓ ને પૌષ્ટિક આહાર……

સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે……

પ્રસૂતામાતા, ધાત્રીમાતા, કિશોરીઓને પણ “માતૃ શક્તિ “, “પૂર્ણા શક્તિ “,પૌષ્ટિક આહાર પેકેટ આપવામાં આવી રહ્યા છે

Surat Vitamins

લોક ડૉઉનથી અનલોકના સમય ગાળામા રોગ પ્રતિકાર શક્તિ વધારવા સફળ પ્રયાસો….

બાળકોને સાપ્તાહિક  તાજી બનાવેલી સુખડીનું પણ વિતરણ….

સૂરતઃગુરૂવારઃ- સૂરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન અને અનલોકના સમયમાં ઘરમાજ રહેલા આંગણવાડી કેન્દ્રો બંધ હોવાના કારણે તેઓને અપાતો રોજે રોજનો પૌષ્ટિક આહાર બાળકોને ઘર બેઠા જ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા બાલ વિકાસ વિભાગના આંગણ વાડીના મહિલા કાર્યકરો દ્વારા ગત માર્ચ થી જુલાઈ સુધીમાં કરવામાં આવી હતી. એજ પ્રમાણે અત્યારે પણ વિતરણ વ્યવસ્થા શરૂ છે.

vitamins

સુરત જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણ વાડી કેન્દ્રો વિસ્તારમાં સમાવિષ્ટ ૨૯૭૯૫  પ્રસૂતા માતા, ૩૦૯૧૭ ધાત્રી માતા અને ૧૭૮૯૪૯ બાળકો  મળી કુલ ૨,૩૯,૬૬૧ લાભાર્થીઓને સૂરત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નયના બહેન પારગી ના માર્ગદર્શન હેઠળ ૧૭૩૩ આંગણવાડી કેન્દ્રો ઉપર ૧૬૯૯ કાર્યકર અને ૧૫૮૩ હેલ્પરની ટીમ દ્વારા તેઓના વિસ્તારમાં સમાવિષ્ટ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર માટેના પેકેટ પુરા પાડવામાં આવી રહયા છે.
સૂરત શહેર વિસ્તાર અને જિલ્લામાં લોકડાઉનથી અનલોકના ગાળામાં ઘર માંજ રહેલ પ્રસૂતા માતા, ધાત્રી માતા, “કિશોરીઓ “અને ત્રણ વર્ષ સુધીના બાળકો માટે પૌષ્ટિક આહાર તૂરંત બનાવી ખોરાક તરીકે લઈ શકાય તેવા “માતૃ શક્તિ “, “બાલ શક્તિ ” પૂર્ણા શક્તિ, ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું અને તેના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો.  એજ પ્રમાણે સૂરત શહેરમાં આંગણ વાડી કેન્દ્રોના વિસ્તારમાં સમાવિષ્ટ  ૭૯૨૮ ધાત્રી માતા, ૮૧૫૦ કિશોરીઓ,

Surat Vitamins 1

૩ થી ૬ વષના ૨૫૮૧૬ બાળકો મળી કુલ ૪૧૮૯૪ લાભાર્થીઓને માતૃશક્તિ, પૂર્ણા શક્તિ અને બાલ શક્તિ  ફૂડ પેકેટ અને બાળકોને  સાપ્તાહિક સુખડી પણ વિતરણ કરવામાં આવે છે. સૂરત શહેરમાં પ્રોગ્રામ ઓફિસર ઈલા બહેન પટેલ ,  બ્લોક કો. પ્રિયા ગજ્જર અને તેઓની ટીમ દ્વારા શહેરની ૧૦૯૨ આંગળ વાડી કેન્દ્રો ના  ૧૦૪૨વર્કર અને ૯૮૫ હેલ્પર વિતરણ કાર્ય સફળ બનાવી રહયા છે.
 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ બંધ રહેલ આંગળ વાડીના બાળકોને ઘર બેઠાજ પોષક આહાર મળે અને સ્વસ્થ્ય રહે તેવી વ્યવસ્થાને સૂરત શહેર અને જિલ્લાભરના બાળકો, મહિલા, અને કિશોરીઓને નિયમિત ફૂડ પેકેટ  સફળતા  પૂર્વક હાથો હાથ પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથે સાથે બાળકોને ઘેર બેઠા તાજી બનાવેલી સુખડી પણ વિતરણ કરવામાં આવે છે.
સંપૂર્ણ લોક ડૉઉન કોવિડ વાળા વિસ્તારમાં પણ ગરીબ શ્રમિક પરિવારોના લાભાર્થીઓના રહેણાંકની નજીક  જઈને લાભાર્થી  મહીલા, કિશોરી, બાળકોને પૌષ્ટિક આહાર  પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને તેઓની કાળજી લેવામાં આવી રહી છે.