Skill tech learning platform

વડોદરાની મહિલા ઉદ્યોગ સાહસિક દ્વારા Skill india ના અભિયાન થકી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કર્યુંઃ સ્કીલ ટેક લર્નિંગ પ્લેટફોર્મ

વડોદરા, 06 જૂનઃSkill india: વર્ષો સુધી પોતાના પ્રોફેશનલ કેરિઅરમાં લાંબા અનુભવ લીધા બાદ વડોદરાના એકતા મેહુલ દ્વારા ‘ઓરેના સોલ્યુશંસ’ નામના સ્ટાર્ટઅપ(Skill india) વેંચર ની શરૂઆત કોર્પોરેટ એક્સપિરિયન્સ ધરાવતા કેતન માનવર સાથે ભેગા મળીને કરી હતી.૧.૩૦ બિલિયન્સ કરતા પણ વધારે વસ્તી ધરાવતા આપણા દેશમાં સમાયંતરે સ્કીલ સેટ ની ઉણપ પર ચર્ચા થતી રહેતી હોય છે, ટેકનોલોજી સ્ટાર્ટઅપ વેંચર એવા ઓરેના સોલ્યુશંસ એ વિવિધ ટેકનોલોજી ટુલ્સ બનાવવાની સાથે સાથે ટૂંક સમય પહેલાં જ એક હાઈબ્રીડ સ્કીલ ટેક લર્નિંગ મોડ્યુલ વિકસાવ્યું હતું. જેના થકી હજારો-લાખો વિદ્યાર્થીઓ અને યુવા સુધી ટેકનોલોજી તથા ટેક્નૉલોજી રિસર્ચ સેન્ટર નું યોગ્ય મેપિંગ કરીને ટેકનોલોજીકલ વિષયો ની સાચી અને નવીન જાણકારીઓ પહોંચાડી શકાય તથા યુવાઓ દ્વારા નવીન ટેક્નોલોજી ટૂલ વિકસિત કરવા તરફ આગળ વધી શકાય.

Whatsapp Join Banner Guj

મૂળ શિક્ષણ તથા ઇન્ડસ્ટ્રી બંને ફિલ્ડમાં બહોળો અનુભવ ધરાવતા એકતા મેહુલ આ વિશે વધુ જણાવે છે કે, અમારા આ હાઇબ્રીડ ટેક લર્નિંગ મોડ્યુલ ખૂબ જ ઓછા સમયમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ કડીમાં અમારા સ્ટાર્ટઅપ(Skill india) દ્વારા ઇઝ જીઓ કેપચર, ઇઝ નેટ સ્કેન અને ક્રોનિકા જેવા SaaS ટેકનોલોજી ટુલ્સ પણ વિકસાવવામાં આવ્યા છે, જેને હાલ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ બિરદાવવામાં આવી રહ્યા છે.

ADVT Dental Titanium

શહેરની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ ઇક્યુબેશન અને એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા સપોર્ટેડ આ ટેક સ્ટાર્ટઅપ(Skill india) ઇન્ડસ્ટ્રી સ્કિલ ગેપ નો મહત્વપૂર્ણ પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે, અને તે અંગે નો તમામ જરૂરી સપોર્ટ તેઓ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો ના માધ્યમ થી મેળવી રહ્યા છે.

આ પણ વાંચો….

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજજઃ નીતિન પટેલ(Nitin patel), જાણો આ છે ખાસ આયોજન