sky gola kheda

Sky gola: ખેડામાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો, તપાસ માટે ઇસરોની મદદ લેવાનો નિર્ણય

Sky gola: ચરોતરમાં આણંદ બાદ ખેડામાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો, તપાસ માટે ઇસરોની મદદ લેવાનો નિર્ણય ગોળાકાર પદાર્થથી કોઈને નુકસાન ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી

અમદાવાદ, 14 મે: Sky gola: આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળ પરથી ગોળા જેવો અવકાશી પદાર્થ મળી આવ્યા બાદ આજે ખેડા જિલ્લા માંથી ગોળા જેવો પદાર્થ મળ્યો હતો. બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે.

ભૂમેલ ગામમાં અક્ષર પોલ્ટ્રી ફાર્મ પાસેથી મળી આવેલ આકાશી ગોળો ચકલાસી પોલીસ દ્વારા એફ એસ એલ નેં મોકલી આપી વધું તપાસ હાથ ધરી છે સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે મોટા ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. આણંદ જિલ્લા બાદ ગત રાત્રે ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની છે. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો.‌

મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં અક્ષર પોલ્ટ્રી ફાર્મમા સૂઇ ગયેલા મહેન્દ્રભાઈ પટેલ ભરઊંઘમાંથી જાગી ગયા હતા.અને દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો, જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. ભયભીત થયેલા મહેન્દ્રભાઈએ તરત પોતાના પોલ્ટી ફાર્મમાં ઘૂસી ગયા હતા. થોડીવાર બાદ પણ અહીં આવતાં આજ સ્થિતિ હતી. વહેલી સવારે મહેન્દ્રભાઈએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી, આથી સરપંચે ઘટનાસ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી અને બીજી બાજુ આ અંગેની જાણ (FSL) એફએસએલને કરી હતી.

આ પણ વાંચો..Army Chief General Manoj Pandey: સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેનો લદ્દાખમાં ત્રણ દિવસીય પ્રવાસે

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી, ખાનકૂવા અને દાગજીપુરા બાદ નડિયાદ નજીક ભૂમેલ ગામમાં આવી ઘટનાઓ છેલ્લા બેચાર દિવસથી અવારનવાર બનતાં લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પદાર્થનું રહસ્ય ઉકેલવા ઈસરોની મદદ લેવાશે ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ઈસરોની તપાસ બાદ શંકાસ્પદ પદાર્થના રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.

Gujarati banner 01