rahul gandhi smriti irani

નવસારીમાં સભા સંબોધતા સ્મૃતિ ઈરાની(Smriti irani)એ રાહુલ ગાંધીને ચેલેન્જ આપતા કહ્યું- હિંમત હોય તો ગુજરાતમાંથી ચૂંટણી લડીને જીતી બતાવે

Smriti irani

નવસારી, 17 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં આગામી 21 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેને લઇને ભાજપે ચૂટંણી પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેના ભાગરુપે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની(Smriti irani)એ નવસારી જિલ્લામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ સભાની અંદર તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા છે.

સ્મૃતિ ઇરાની(Smriti irani)એ રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. નોંધનીય છે કે, હાલમાં આસામની અંદર રાહુલ ગાંધીએ ગુજરાત વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઇને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓથી સમસ્યા છે. વધુમાં સ્મૃતિએ કહ્યું કે, હું રાહુલ ગાંધીને ચેલેન્જ આપું છું કે તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે અને જીતીને બતાવે.

આ સાથે જ સ્મૃતિએ કોગ્રેંસ પર ગુજરાતના લોકો સાથે પક્ષપાતનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. સ્મૃતિ ઇરાની(Smriti irani) એકહ્યું કે પહેલાં કોંગ્રેસને ચા વાળા એટલે કે નરેન્દ્ર મોદી સામે વાંધો હતો હવે તેમને ચા પીનારા લોકો સામે પણ વાંધો છે.

Whatsapp Join Banner Guj

સ્મૃતિએ આ ચાની વાત કરી તેનુ કારણ રાહુલ ગાંધી પોતે જ છે, કારણ કે રાહુલ ગાંધીએ ગત મંગળવારે આસામમાં એક સભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે આસામના ચાના બગીચાના મજૂરોને 167 રુપિયાની મજૂરી મળે છે. જ્યારે ગુજરાતના વેપારીઓને આખા ચાના બગીચા આપવામાં આવે છે. રાહુલના આ નિવેદનથી ગુજરાતના લોકોમાં રાહુલ ગાંધી માટે રોષ જોવા મળે છે.

આ પણ વાંચો…

Rajaysabha Election: વડાપ્રધાન મોદીએ કરી નવા ચહેરાની પસંદગી, નામ જાહેર થતા જ ભાજપના પ્રદેશ નેતાઓને ચોંકાવી દીધાં