ST bus

Special bus for Ambaji: એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અંબાજી દર્શન માટે એસ.ટી.વિભાગ દ્વારા તા.૬ થી ૯ સપ્ટે. દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવાશે

Special bus for Ambaji: ભક્તો-મુસાફરોનો સમૂહ ૫૧ સીટનું ગ્રુપબુકિંગ કરાવશે તો એસ.ટી.બસ તેમના ઘર/સોસાયટી ખાતે મુસાફરોને લેવા આવશે

સુરત, 30 ઓગષ્ટ: Special bus for Ambaji: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે તા.૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોવાથી ભાવિકભક્તો બહોળી સંખ્યામાં માતાજીના દર્શન તેમજ મેળાનો લાભ લઈ શકે તેવા આશયથી પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ-સુરત (એસ.ટી.) દ્વારા એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અગિયારસ, બારસ, તેરસ અને ચૌદસ(તા.૬ થી ૯ સપ્ટેમ્બર)ના ચાર દિવસોએ સુરત, ઉધના, અડાજણ અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી એકસ્ટ્રા બસો દોડાવાશે.

આ સેવાનો સર્વે ભક્તજનો-મુસાફરો લાભ લેવા અનુરોધ કરાયો છે. ઉપરાંત, જો કોઇ ભક્તો-મુસાફરો સમૂહમાં ૫૧ સીટનું ગ્રુપબુકિંગ કરાવશે તો બસ તેઓના ઘર/સોસાયટી ખાતે મુસાફરોને લઈ જશે. આ સેવાનો જાહેર જનતાએ લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી.-સુરત વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ Eco friendly Ganesh Utasv: શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

આ પણ વાંચોઃ Strike of health workers is over: પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ, મોટાભાગની માંગણી સ્વીકારી લેવાઇ

Gujarati banner 01