ST depo e1626500775562

ST Employees Demand: રાજ્યભરમાં એસ.ટી. કર્મચારીઓ ના પડતર પ્રશ્નો ને લઈ અમિત કવિ આગળ આવ્યા

ST Employees Demand: રાજ્યભરમાં એસટી વિભાગ ના ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો ને લઈ રાષ્ટ્રીય નિર્માણ સંગ ના અમિત કવિ આગળ આવ્યા છે

એહવાલ: અનિલ વનરાજ

અમદાવાદ, ૧૭ જુલાઈ: ST Employees Demand: ગુજરાતમાં પરિવહન માટે એસ.ટી. બસ આશીર્વાદ સમાન છે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત રાજ્યભરમાં એસટી વિભાગ ના ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો ને લઈ રાષ્ટ્રીય નિર્માણ સંગ ના અમિત કવિ આગળ આવ્યા છે..ગુજરાતમાં એસટી નિગમમાં કાર્યરત વર્ગ-૪ના કર્મચારીઓ માટે આધુનિક સવલતો ની સાથે સાથે યોગ્ય વેતન અને બઢતીનો લાભ આપવા સરકાર સમક્ષ માંગ કરી છે.

ST Employees Demand: એસ.ટી.ના કર્મચારીઓને પોશાક, દવા કે કોરોના કાળમાં કરેલી કામગીરી બાબતે વિશેષ પેકેજ પણ જાહેર કરવા તેમને જણાવ્યું છે. તેમનું કહેવું છે કે એસટી નિગમ દ્વારા મોટા તોતીંગ બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે સાથે સાથે બસ પોર્ટ જેવા આધુનિક વિરામ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે તેની સામે ખખડધજ, ભંગાર, તૂટેલા કાચ અને થાકેલા ટાયર વાળી જૂની એસટી બસો દોડાવવામાં આવે છે જેને બદલીને નવી બસોની ખરીદી કરવા માંગ કરી છે.

Whatsapp Join Banner Eng

પ્રજા પોતાના પરસેવાના પૈસાથી ટેક્સ ભરે છે તેમને સુવિધા મળે અને એસ.ટી.ના વર્ગ-૪ના કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે અને એસટી નિગમ જેવા મોટા પરિસરમાં સ્વચ્છતા માટે સુરક્ષા માટે વોચમેન, સ્વીપર વગેરેને યોગ્ય વેતન મળવું જોઈએ તેવી આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: Jarod health center: સોનોગ્રાફી ની મદદથી સચોટ નિદાન અને જરૂરી તાત્કાલિક શસ્ત્રક્રિયા દ્વારા બે મહિલા દર્દીઓને આપ્યું નવું જીવન: ડો.કલ્પેશ ગઢવી

દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.