Sardarnagar

Stone pelting two groups in sardarnagar: સરદારનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ, જાણો શું હતો મામલો…

Stone pelting two groups in sardarnagar: સરદારનગર વિસ્તારમાં આવેલા નેહરુનગરમાં વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, મહેશ વાઘેલા, દિલીપ વાઘેલા સહિતના લોકોએ ભેગા મળીને પથ્થર મારો કર્યો

અમદાવાદ, 05 ડીસેમ્બર: Stone pelting two groups in sardarnagar: અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં હોય એવું લાગી રહ્યું છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નેહરુનગરમાં રહેતા અર્જુન સોલંકીની 1 વર્ષ પહેલાં ઝઘડામાં છોડાવવા જતાં તેમની હત્યા કરવામાં આવી હતી અને એ વાતની અદાવત રાખી સરદારનગર વિસ્તારમાં આવેલા નેહરુનગરમાં વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, મહેશ વાઘેલા, દિલીપ વાઘેલા સહિતના લોકોએ ભેગા મળીને પથ્થર મારો કર્યો હતો.

આ સાથે વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ પથ્થર મારામાં 4 લોકો ઘવાયા હતા. ઘટનાને જોતાં પોલીસકાફલો ગોઠવવામાં આવ્યો હતો. શહેરના નેહરુનગર વિસ્તારમાં રહેતા અને ભોગ બનનારા 30 વર્ષના અશોક સોલંકીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઉત્તરાયણ પહેલાં તેમના પિતાની ઝઘડામાં છોડાવવા જતાં તેમની જ બાજુમાં ચાલીમાં રહેતા વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, અમૃત વાઘેલા સહિત છ લોકોએ માર મારીને હત્યા કરી હતી. આ જ વાતને લઈને અનેકવાર તકરાર પણ થતી હતી. તેમણે કહ્યું હતું કે ગઈ રાતે એક રેસ્ટોરાં પર તેમના ભાઈ ગયા હતા.

મહિલાઓએ પથ્થરમારો કર્યો

ત્યારે તેમના ભાઈની રમેશ વાઘેલા અને જિતુ વાઘેલા નામના શખસ સાથે બોલાચાલી થઈ હતી અને એ જ વાતની દાઝ રાખીને આજે સવારે તેમનો ભાઈ નોકરી પર જતો હતો ત્યારે આ બંને જિતુ વાઘેલા અને રમેશ વાઘેલાએ બોલાચાલી કરી હતી. ત્યાર બાદ સામેની ચાલીમાં રહેતા તમામ લોકો અને મહિલાઓએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ પથ્થરમારામાં 4 લોકોને ઇજા થઈ છે.

સરદારનગર પી.આઈ પ્રતિપાલ સિંહ ગોહિલે કહ્યું હતું કે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ચૂંટણી અંગેની કોઈ બાબાલ નહોતી. સમગ્ર ઘટનામાં 4 લોકોને ઇજા થઇ છે અને આરોપીઓ સામે ગુનો નોંધવાની કવાયત ચાલુ છે. પોલીસ અહીં હાજર છે.

આ પણ વાંચો: Gujarat election 2022: મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું, જાણો કેમ…

Gujarati banner 01