student attack in

Student heart attack in exam: અમદાવાદમાં ધો.12ના બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને હાર્ટ એટેક મોત નિપજ્યું

Student heart attack in exam: તાત્કાલિકના ધોરણે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો પણ ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીનુ મોત થયું હતું.

અહેવાલ: પ્રીતિ સાહૂ
અમદાવાદ, 28 માર્ચ:
Student heart attack in exam: આજે ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાનું પ્રથમ પેપર લેવાયું ચૂક્યું છે પણ અમદાવાદમાં રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં એક ગોઝારો બનાવ બન્યો છે. બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત થયું છે. વિદ્યાર્થી ગોમતીપુરની એસ.જી.પટેલ હાઇસ્કૂલમાં ભણતો હતો.

અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થી રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો જે દરમિયાન ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. પહેલા અચાનક જ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને બાદમાં ચેસ્ટ પેઇન થયું હતું. ઘટના બનતા ક્લાસ બેઠેલા વિદ્યાથીઑ અને શિક્ષકો ડરી ગયા હતા.

આ પણ વાંચો..Trains timming change: કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર; રાજધાની અને આશ્રમ એક્સપ્રેસની ગતિ વધારવામાં આવી

જે બાદ અમાન આરીફ શેખને તાત્કાલિકના ધોરણે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો પણ ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીનુ મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ વિધાર્થીનુ બી પી વધી જતા વિધાર્થીને હાર્ટ એટેક આવ્યું હતું જે બાદ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે બચાવી શકાયો ન હતો.

Gujarati banner 01