hindu calendar panchang

Weekly panchang: 3 એપ્રિલ સુધી દરરોજ કોઈ વ્રત કે પર્વ- વાંચો, ખરીદી માટે ચાર ખાસ શુભ મુહૂર્ત વિશે

Weekly panchang: ગુરુવારે શ્રાદ્ધની અમાસ અને શુક્રવારે સ્નાન-દાનની અમાસ રહેશે

ધર્મ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ Weekly panchang: 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દરરોજ વ્રત અથવા કોઈ તહેવાર રહેશે. આ સપ્તાહ ફાગણ મહિનાનો વદ પક્ષ પૂર્ણ થશે અને હિંદુ નવવર્ષની શરૂઆત થશે. આ સપ્તાહની શરૂઆત એકાદશી તિથિ સાથે થઈ ગઈ છે. તેના પછીના દિવસે ભોમ પ્રદોષ અને પછી બુધવારે શિવ ચૌદશના દિવસે વારૂણી પ્રવ ઉજવાશે. ગુરુવારે શ્રાદ્ધની અમાસ અને શુક્રવારે સ્નાન-દાનની અમાસ રહેશે.

શનિવારે ગુડી પડવાથી હિંદી પંચાંગનું નવું વર્ષ શરૂ થશે અને રવિવારે બીજ તિથિએ ચંદ્ર દર્શન કરવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સમયગાળા દરમિયાન શુક્રનું રાશિ પરિવર્તન થશે અને ખરીદી માટે 4 શુભ મુહૂર્ત પણ રહેશે. જેમાંથી એક અમૃતસિદ્ધિ, બે સર્વાર્થસિદ્ધિ અને એક દ્વિપુષ્કર યોગ રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી ખરીદી સુખ-સમૃદ્ધિ આપનાર રહેશે.

28 માર્ચથી 3 એપ્રિલ સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
28 માર્ચ, સોમવારફાગણ વદ પક્ષ, એકાદશીપાપમોચિની એકાદશી
29 માર્ચ, મંગળવારફાગણ વદ પક્ષ, બારસ અને તેરસભોમ પ્રદોષ
30 માર્ચ, બુધવારફાગણ વદ પક્ષ, તેરસ અને ચૌદશવારૂણી પર્વ
31 માર્ચ, ગુરુવારફાગણ વદ પક્ષ, ચૌદશ અને અમાસશ્રાદ્ધ અમાસ
1 એપ્રિલ, શુક્રવારફાગણ વદ પક્ષ, અમાસસ્નાન-દાન પર્વ
2 એપ્રિલ, શનિવારચૈત્ર સુદ પક્ષ, એકમગુડી પડવો
3 એપ્રિલ, રવિવારચૈત્ર સુદ પક્ષ, બીજચંદ્ર દર્શન

આ પણ વાંચોઃ New GST Rules: 1 એપ્રિલથી જીએસટીમાં લાગૂ થશે નવી સિસ્ટમ, વાંચો નવા નિયમો વિશે

આ રહેશે ખાસ મુહૂર્ત:

તારીખ-વારમુહૂર્ત
29 માર્ચ, મંગળવારદ્વિપુષ્કર યોગ
30 માર્ચ, બુધવારવાહન ખરીદવાનું ખાસ મુહૂર્ત
31 માર્ચ, ગુરુવારશુક્રનું રાશિ પરિવર્તન
1 એપ્રિલ, શુક્રવારસર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ

આ પણ વાંચોઃ SpiceJet Flight Accident: દિલ્હીથી જમ્મુ જઈ રહેલ SpiceJetનુ વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયુ, દુર્ઘટના બાદ તપાસના આદેશ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.